GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં જાહેર રસ્તા પર અશ્લીલ હરકતોનો શરમજનક વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

મોરબીમાં જાહેર રસ્તા પર અશ્લીલ હરકતોનો શરમજનક વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

મોરબીમાં આજે એક સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં એક છોકરી સાથે રિક્ષાચાલક શારીરિક અડપલાં કરી રહ્યો હોય એવું દેખાઇ રહ્યુ છે પરંતુ અમુક કારણોસર અમે તે વિડીઓ મૂક્યો નથી પણ હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, આ વીડિયોમાં ઓટો રિક્ષામાં એક રિક્ષાચાલક છોકરો અન્ય છોકરી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે. આ વીડિયો મોરબીના ધમધમતા વિસ્તાર સરદારબાગનો છે. સરદારબાગની સામે આવેલ જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં એક છોકરો છોકરી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે, તે આ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. મોરબી પોલીસનો કેટલો ડર છે તે આ વીડિયો પરથી સાબિત થઇ શકે છે.


સંસ્કારોનું આ રીતે જાહેરમાં વસ્ત્રાહરણ એ મોરબીવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. અને ખાસ કરીને આ વિસ્તારમાં પ્રાઇવેટ શાળા કોલેજો અને કન્યા છાત્રાલય પણ આવેલું છે અવાર નવાર પોલીસ પેટ્રોલિંગ ની રજૂઆતો પણ કરવામાં આવે ત્યારે હવે સવાલ એ થાય છે કે, આ વીડિયોના અનુસંધાનમાં પોલીસ રિક્ષાચાલકને કાયદાના પાઠ ભણાવશે કે કેમ તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે ?

[wptube id="1252022"]
Back to top button