
Wakaner:GRD પગાર બીલમાં ઉચાપત થઈ હોવાની ફરિયાદ ઉઠી!
વાંકાનેર:મહીકા ગામના રહીશ વિજય ચાવડા ની આત્મરક્ષણ માટે મુકવામાં આવેલ જી.આર.ડી. બંદોબસ્તના પગાર બીલમાં ઉચાપત થઈ હોવાની ફરિયાદ જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે.જી.આર.ડી. ના પગારમાં ઉચાપત થતી હોય ઊંડી તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. વિજય ચાવડાની આત્મસુરક્ષા માટે તેમના ઘરે જી.આર.ડી. બંદોબસ્ત મુકવામાં આવેલ છે. ફરિયાદી જણાવ્યા અનુસાર જેમાં તારીખ 30/11/2023 ના રોજ જી.આર.ડી. સમયસર ફરજ પર આવેલ નહીં. જેની ફરિયાદ જિલ્લા કન્ટ્રોલ મોરબી,આઈ.જ઼ી.પી. સાહેબ રાજકોટ ને ટેલિફોનિક જાણ કરેલ, ત્યાર બાદ આઈ.જ઼ી.પી. ઓફિસે -રાજકોટ ને તારીખ 30/11/2023 ના રોજ લેખિત માં ફરિયાદ કરેલ. ઉપરોક્ત 30/11/2023 ની આઈ. જ઼ી. પી. રાજકોટ ની ફરિયાદ ની તપાસ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર સાહેબ વાંકાનેર ને સોંપવામાં આવેલ હતી. જેમાં તપાસ દરમિયાન આત્મરક્ષણ માટે GRD મુકવામાં આવેલ હોય તેવું નિવેદન 7/12/2023ના રોજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ દ્વારા આપેલ. જેમાં બપોરે 1થી 7 ની સીફ્ટ માં રાઠોડ લાખાભાઇ જીવાભાઈ તથા માલકિયા જેશાભાઈ નરશી ભાઈ ફરજ પર હાજર હતા તથા હાજરીપત્રક માં પણ હાજર બતાવેલ ઉપરોક્ત 30/11/2023ના રોજ અમારી સુરક્ષા માં બપોરે 1 થી 7માં લાખા ભાઈ જીવાભાઈ રાઠોડ તથા રાઠોડ વાલજીભાઈ હાજર હતા.
રાઠોડ વાલજીભાઇ એ જી.આર.ડી. મોબાઈલ વોટ્સઅપ ગ્રુપ માં લોકેશન 1.55બપોર ના સમયે નાખેલ છે તથા માલકિયા જેશાભાઈ માલકિયા અમારી સુરક્ષામાં હાજર ન હતા માલકિયા જેશાભાઈ એ 7/12/2023ના નિવેદન માં પોતે હાજર હોવાનું જણાવેલ છે અને શરત ચૂક થી ભુલાય જતા લોકેશન પડેલ નથી તેવું જણાવેલ છે પરંતુ જેશાભાઈ માલકિયા અમારી સુરક્ષા માં ફરજ પરજ હાજર આવેલા નથી ઉપરોક્ત 30/11/2023ના રોજ માલકિયા જેસાભાઈ નરશીભાઈ ફરજ પર આવેલા ન હોવા છતાં તેમની હાજરી પુરવામાં આવેલ તેમને 30/11/2023 ના રોજ નો પગાર ચૂકવામાં આવેલ છે. અમારી 30/11/2023 ની આઈ જ઼ી પી સાહેબ રાજકોટ ની ફરિયાદ સર્કલ ઇન્સ્પેક્ટર સાહેબ વાંકાનેર દ્વારા તપાસ કરેલ જેમાં 7/12/2023 ના રોજ જી.આર.ડી. ના નિવેદનો લેવામાં આવેલા. જેમાં જેશાભાઈ નરશીભાઈ માલકિયા એ લાખાભાઇ રાઠોડ સાથે ફરજ પર હાજર હોવાનું જણાવેલ છે. પરંતુ અમારી સુરક્ષામાં રાઠોડ લાખાભાઈ ની સાથે રાઠોડ વાલજીભાઇ હાજર હતા તથા જી.આર.ડી. જમાદાર દ્વારા રજુ હાજરી પત્રક 30/11/2023 નું રજુ કરેલ છે જેમાં ફરજ પર આવેલ ન હોવા છતાં તેઓને હાજર બતાવેલા અને પગાર ચુકવવામાં આવેલ ઉપરોક્ત 30/11/2023ના રોજ જી.આર.ડી. ફરજ પર ન હોવા છતાં તેમના એકાઉન્ટ માં 30/11/2023 નો પગાર ચૂકવી ને સરકારી નાણાં ની ઉચાપત કરવામાં આવેલ હોવાની ફરિયાદ વિજયભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે.નાણાં ની ગેરરીતિ કરનાર સામે તટસ્થ નિષ્પક્ષ તપાસ કરીને કડક માં કડક પગલાં લેવા આવે એવી માંગ ફરિયાદી દ્વારા કરવામાં આવી છે. વિજય ચાવડા એ કરેલા આક્ષેપ (ફરિયાદ )અંગેના તમામ પુરાવાઓ પણ તેમની પાસે હોવાનું જણાવ્યું હતું તેમજ જિલ્લા કક્ષાથી તપાસ કરવામાં આવશે ત્યારે તેવો તમામ પુરાવો રજૂ કરશે એવી ન્યૂઝ અહેવાલમાં જણાવ્યું હતું.ત્યારે જોવાનું રહ્યું કે હજુ GRD જવાન પગાર બીલમાં થયેલ ઉચાપતમાં કોઈ તપાસ કરવામાં આવે છે કે પછી અરજી ફાઇલ થઇ જાશે એ તો હવે આવનાર સમય જ નક્કી કરશે.