MORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:૬૭ – વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું
WAKANER:૬૭ – વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું
મહિલા મતદાતાઓએ પોતાના હાથમાં “મારો મત, મારો અધિકાર”ના સ્લોગનની મહેંદી મુકાવી

રાજકોટ તા. ૨૪ એપ્રિલ – લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદાતાઓ ઉત્સાહભેર ભાગ લે તે માટે દેશભરમાં મહિલા મતદાતાઓને જાગૃત કરવા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં ૬૭- વાંકાનેર વિધાનસભા હેઠળ રાજકોટ તાલુકાના નાગલપર ગામની બહેનોએ પોતાના હાથમાં “મારો મત મારો અધિકારી” સ્લોગનની મહેંદી બનાવી હતી. આ તકે મહિલા મતદાતાઓ પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરાયા હતા. ઉપસ્થિત તમામ બહેનોએ મતદાન કરવા અને કરાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.

[wptube id="1252022"]








