
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં પોતાના બુથ પોયડા ફળિયાથી “મતદાતા ચેતના અભિયાનનો” શુભારંભ કરાવતા સાંસદ રતનસિંહ રાઠોડ

સરકાર દ્વારા મતદાર નોંધણીના કાર્યક્રમો સમયાંતરે યોજાતા જ હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને ગુજરાત રાજ્યના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે મહીસાગર જિલ્લામાં સાંસદ રતનસિંહ રાઠોડે પોતાના બુથ પોયડા ફળિયા ખાતેથી શુભારંભ કરાવ્યો છે.
ભાજપના કાર્યકર્તાઓ ઘરે- ઘરે જઈ મતદાતાઓનો સંપર્ક કરી ખૂટતી જરૂરી કાર્યવાહી કરશે અને નવા મતદાતાઓનો સંપર્ક કરી નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરશે. મતદાર યાદીમાં સુધારણા થાય અને નવા મતદારો ઉમેરાય તે માટે સૌને સહભાગી થવા અપીલ કરી હતી.
સાંસદ રતનસિંહ રાઠોડે ૧૧ નવા મતદારોની નોંધણી કરી હતી અને તેમની સાથે સંવાદ કર્યો હતો અને તેમણે મતદાતા ચેતના અભિયાનની વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. આજના આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો અજય દરજી રાકેશ પટેલ, સરપંચ જુવાનસિંહ, અગ્રણીઓ મહેન્દ્રભાઈ, ઉદેસિંહ, મંગળસિંહ, કાર્યકર્તાઓ, પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.








