JETPURRAJKOT

જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને નારી સંરક્ષણ ગૃહ રાજકોટ વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ

તા.૮/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને નારી સંરક્ષણ ગૃહ રાજકોટ વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે દ્વારા સદર યોજના અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની વિગત પૂરી પાડવામાં આવી હતી. જેની કલેકટરશ્રી દ્વારા સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આશ્રિત બહેનોના સર્વાંગી વિકાસ થાય તેવી કામગીરી હાથ ધરવા માટે ઉપસ્થિત અધિકારીશ્રીઓને કામગીરી કરવા જણાવ્યું હતું.

આ તકે કલેકટરશ્રીએ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી હતી. આશ્રિત બહેનો સાથે સીધો સંવાદ કરીને તેમને સાંભળ્યા હતા. તેમજ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો પૂરા પડયા હતા. આ બેઠકમાં સિવિલ હોસ્પિટલ, સમાજ સુરક્ષા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગ અને રોજગાર વિભાગ સહિત સંબંધિત વિભાગના અઘિકારી શ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button