GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેરના ગુંદાખડા ગામે ઢોર ચરાવવા થયેલ માથાકૂટમાં સામી ફરિયાદ નોંધાઈ

WAKANER વાંકાનેરના ગુંદાખડા ગામે ઢોર ચરાવવા થયેલ માથાકૂટમાં સામી ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના ગુંદાખડા ગામે રહેતા ચોથાભાઈ બેચરભાઈ શાપરાએ આરોપીઓ કરમણ ખીમા ભરવાડ, દાના ખીમા ભરવાડ, રામા સીંધા ભરવાડ અને વેલા ગોકળ ભરવાડ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે ચોથાભાઈ તથા તેમના મોટા બાપુના દિકરા પોપટભાઈ કરમશીભાઈ શાપરાએ સતાપરા ગામના નાગજીભાઇ કલાભાઈ ધરજીયાના ગુદાખડા ગામના સીમાડે આવેલા ખેતરને ઉધડથી ચારવા માટે રાખેલ છે. જ્યાં આરોપીઓ તેના માલ ઢોર ચરવવા આવતા હતા જે બાબતે આરોપીઓ સાથે ચોથાભાઈને અગાઉ બોલા ચાલી થઇ હતી.

ગત તા.૧૦ ના સવાર ના આશરે દસેક વાગ્યે ચોથાભાઈ તેમજ પોપટટભાઈ કરમશીભાઇ શાપરા બન્ને ગુંદાખડા ગામના સીમાડે કડેશ્વર મંદિરની પાસે આવેલ ખેતર ખાતે ગયેલ હતા ત્યારે આશરે સવારના સાડા દસ વાગ્યે આરોપીઓ તેમના માલ ઢોર લઈને ખેતર નજીક આવ્યા હતા. જેથી પોપટભાઈ તેમને સમજાવવા માટે ગયા હતા અને કહ્યું હતું કે, તમોને આ બાજુ માલ ઢોર લઈ આવવાની ના પાડેલ છે તો પણ કેમ આવો છો ? તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોપટભાઈ ને ગાળો આપવા લાગ્યા હતા.
જેથી પોપટભાઈએ ગાળો આપવાની મનાઈ ફરમાવતા ઉશ્કેરાયેલા આરોપી દાના ખીમાંએ તેના હાથમાં લાકડીનો એક ઘા પોપટભાઈ ના વાસામાં માર્યો હતો જ્યારે અન્ય આરોપીઓ પોપટભાઈને ઢીકા પાટુ નો માર મારવા લાગ્યા હતા. જેથી ચોથાભાઈ વચ્ચે પડ્યા હતા અને તેમણે આરોપીઓના મારથી પોપટભાઈને છોડાવ્યા હતા. એ વખતે આરોપીઓએ ચોથાભાઈને ગાળો આપીને કહ્યું હતું કે, આ બાજુ તો અમે ઢોર ચરાવવા આવવાના જ છીએ હવે જો આ બાજુ નહી આવવાનું કહેશો તો હજુ પણ મારવા પડશે તેમ કહી ગાળો બોલતા આ ભરવાડો તેના માલઢોર લઈ જતા રહ્યા હતા. આ મારામારીમાં પોપટભાઈને વાંસાના ભાગે તથા શરીરે ઇજાઓ પહોંચી હતી.આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

[wptube id="1252022"]
Back to top button