WAKANER:વાંકાનેર ના લુણસર ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા

વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગનો દરોડો! એક્સકેવેટર મશીન તથા ફાયર ક્લે સહિત આશરે રૂપિયા સાઇઠ લાખનો મુદ્દામાલ જપ્ત! બે શખ્સોની સંડોવણી ખુલી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
વાંકાનેર તાલુકામાં વિપુલ પ્રમાણમાં ખનિજદ્રવ્ય ભો માં ભંડારેલુ પડ્યું છે જેનાં ઉપર ખનીજ માફીયાઓ ની નજર પડી જતાં ઘણા સમયથી બેરોકટોક ખનીજચોરી થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લા ખાણ ખનીજ શાખા એ વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ચાલતી ફાયર ક્લેની ખનીજ ચોરી પર દરોડો પાડયો હતો. જ્યાં સ્થળ પરથી એક એક્સકેવેટર મશીન, ફાયર ક્લે સહિતનો મુદામાલ જપ્ત કરી તપાસ કરતાં આ ખનીજચોરીમાં બે શખ્સોની સંડોવણી ખુલી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ નાં ભુસ્તરશાસ્ત્રી જે એસ વાઢેર ની સુચના મુજબ ખાણ ખનીજ શાખા નાં રાહુલ મહેશ્વરી, રવી કણસાગરા મીતેશ ગોજીયા સહિત ની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ચાલતી ફાયર ક્લેની ખનીજ ચોરી પર દરોડો પાડીને એક જેસીબી કંપનીના એક્સકેવેટર મશીન તથા ફાયર ક્લે સહિત આશરે રૂપિયા સાઇઠ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.આ બનાવમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરતા ખનીજચોરી લુણસર ગામના ગોપાલભાઈ ઘેલાભાઈ ધ્રાંગીયા(ભરવાડ) નાં કહેવાથી એક્સેવેટરના માલિક દેવશીભાઈ ચારલા દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વિના આ ખનીજચોરી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા એક્સકેવેટર મશીન તથા ફાયર ક્લે જપ્ત કરી તેને વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્યું હતું. અહી એ વાત જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ખાણ ખનીજ વિભાગ નાં અધિકારી કર્મચારીઓ ની જાસુસી કરવામાં આવી રહી છે અને આ અધિકારીઓ ની દરેક હીલચાલ ની તેમના બનાવેલાં વોટ્સએપ ગ્રૂપ મા જાણ કરી દેતા હોય છે પણ ખાણ ખનીજ વિભાગ ની સફળ રેડ થઈ જતાં જાસુસી કરનારાં ઉંઘતા રહી ગયાં છે.