
વાંકાનેરમાં માતા અને બે પુત્રીઓની સામુહિક આપઘાતકરી જીવન ટુંકાવ્યું
વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના મંજુલાબેન ભરતભાઈ ખાંડેખા નામની 45 વર્ષીય મહિલા, તેમજ તેની 19 વર્ષીય પુત્રી સેજલબેન ભરતભાઈ ખાંડેખા અને અંજુબેન ભરતભાઈ ખાંડેખા અને 23 વર્ષીય પુત્રી પોતાના ઘરે એકલા હતા દરમિયાન આજે વહેલી સવારે પોતાના ઘરે એકલાં હોય ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો વર્ષના પ્રથમ દિવસે જ મહિલાએ એમ એક જ પરિવારના ત્રણ સભ્યોએ 2024ના વર્ષના પ્રથમ દિવસે જ એક પરિવારના ત્રણ સભ્યોના આપઘાતની ઘટનાથી સમગ્ર ભાટિયા સોસાયટી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

આ જ પરિવારનો યુવાન પુત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો અને તેમાં નાપાસ થવાની ડરે નાસી પાસ થઇ અગિયાર મહિના પહેલા આપઘાત કરી લીધો હતો અને તે બાદથી માતા અને બન્ને બહેનો ગુમ સુમ રહેતી હતી જોકે આપઘાત નું કારણ સામે આવ્યું નથી આ આત્યંતિક પગલું ભરી લેતા ભાટિયા સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.








