GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

Wakaner:વાંકાનેરના ખીજડિયા ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું

Wakaner:વાંકાનેરના ખીજડિયા ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું

વાંકાનેર તાલુકાના રામપરા વીડી વિસ્તારમાં દીપડાની વસ્તી હોય.ગતરાત્રીના દીપડાએ ખીજડીયા ગામની સીમમાં વાડીએ બાંધેલા વાછરડાનું મારણ કર્યું હોવાનો બનાવ બનવા પામ્યો છે. રામપરા વીડી નજીક વસવાટ કરતા વાડી માલિકો અને પશુપાલકોને સચેત રહેવા વનતંત્રએ અપીલ કરી છે.

વાંકાનેર વનવિભાગના અધિકારી પી.પી.નરોડીયાના જણાવ્યા મુજબ ગતરાત્રીના વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની વિડીની બાજુની સીમમા દિપડાએ લીલાભાઇ મુંધવા નામના ખેડૂતની વાડીમાં બાંધેલા એક વાછરડાનું મારણ કર્યું હતુ. ખોરાકની શોધમાં પશુઓનું મારણ કરી રહ્યા છે. ત્યારે ખીજડીયા ગામની વિડીની બાજુમાં સીમમાં આવેલા ખેડૂતની વાડીમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા વનવિભાગે પાલતુ પશુઓને રાત્રીના સુરક્ષિત સ્થળે રાખવા અપીલ કરી છે.

[wptube id="1252022"]
Back to top button