GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના કોઠારીયા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી દંપતી ઉપર ચાર શખ્સઓએ કર્યો હુમલો

WAKANER:વાંકાનેરના કોઠારીયા ગામે પ્રેમલગ્નનો ખાર રાખી દંપતી ઉપર ચાર શખ્સઓએ કર્યો હુમલો

વાંકાનેરના કોઠારીયા ગામના વતની હાલ રાજકોટ કોઠારીયા રોડ સ્થિત સાપલીયા પાર્કમાં રહેતા કેતનભાઈ દિલીપભાઈ કોબીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી સંજયભાઇ પ્રેમજીભાઇ મકવાણા, જેરામભાઇ મનજીભાઇ મકવાણા, જયસુખભાઇ રાજુભાઇ મકવાણા, અમિત રાજુભાઇ મકવાણા રહે. તમામ કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે અગાઉ આરોપી જેરામભાઈ મકાવાણાની દીકરી સાથે કેતનભાઈના નાના ભાઈ રાહુલભાઈએ પ્રેમલગ્ન કર્યા હોય તે બાબતનો ખાર રાખી કેતનભાઈ અને તેમની પત્ની કિરણબેન સંબંધીમાં લગ્ન હોય તેથી બંને પતિ-પત્ની કોઠારીયા ગામ ઇનોવા કાર જીજે-૦૩-ડીએન-૭૯૭૯ લઈને આવ્યા હોય ત્યારે ઉપરોક્ત આરોપી જેરામભાઈ તથા તેના ત્રણ સાથી સહીત કુલ ચાર આરોપીઓએ કેતનભાઈની ઇનોવા કાર આંતરી બંને પતિ-પત્નીને કારમાંથી બળજબરીપૂર્વક ખેંચીને બહાર ઉતારી દઈ લાકડાના ધોકા, પાઇપ તથા ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને કહેતા હતા કે તમારા આખા પરિવારને મારી નાખવો છે. ત્યારે ચારેય શખ્સો દ્વારા દંપતીને આડેધડ બેફામ માર મારી સ્થળ ઉપરથી નાસી ગયા હતા. ત્યારે કેતનભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચારેય આરોપી સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધારી છે.

[wptube id="1252022"]
Back to top button