Wakaner:વાંકાનેર ના કેરાળા ગામે નવા વર્ષના રામરામ કરવા ગયેલ આધેડ ઉપર ફાયરિંગ અને તલવાર વડે હુમલો

વાંકાનેર ના કેરાળા ગામે નવા વર્ષના રામરામ કરવા ગયેલ આધેડ ઉપર ફાયરિંગ અને તલવાર વડે હુમલો

વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામે રહેતા રૈયાભાઈ છગનભાઈ ગોલતર જાતે ભરવાડ (૫૩)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા અને લાખાભાઈ ભોળાભાઈ બાંભવા રહે બંને નવા ધમલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નવા વર્ષના દિવસે તેઓ કેરાળા ગામે આરોપીઓને નવા વર્ષના હાથ ઊંચો કરીને રામરામ કરી હાથ મિલાવવા નજીક જતા હતા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને “તારી સાથે રામરામ કરવાના થતા નથી તુ નીકળ એમ કહેતા” ફરિયાદી અને સાહેદ હરેશભાઈ બંને જણા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને રાણીમાં રૂડીમાના મંદિરે દર્શન કરીને પરત આવતા શેરીમાં પહોંચ્યા હતા ત્યારે પાછળ ફાયરિંગનો અવાજ આવ્યો હતો અને પાછું વળીને જોતા ગોપાલભાઈ બાંભવાના હાથમાં પિસ્તોલ હતી અને તેણે બીજું ફાયરિંગ કરેલ હતું જેમાં ફરિયાદીને ડાબા પડખામાં અને પેટના ભાગે ઇજાઓ થઈ હતી અને ત્યારે બંને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે આરોપી લાખાભાઈના હાથમાં તલવાર હોય તે ફરિયાદીને તલવાર મારવા જતા તે ખસી ગયા હતા જેથી કરીને તલવારનો ઘા તેના મોટરસાયકલ પર લાગ્યો હતો આમ ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો કરનારા બંને શખ્સોની સામે ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે








