Wakaner:વાંકાનેર દિવાળી નિમિત્તે ફટાકડા ના સ્ટોલ ધારકો સમક્ષ પાલિકા દ્વારા અપીલ

વાંકાનેર દિવાળી નિમિત્તે ફટાકડા ના સ્ટોલ ધારકો સમક્ષ પાલિકા દ્વારા અપીલ
વાંકાનેર શહેર ની જાહેર જનતાને નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવે છે કે, હાલ દિવાળીનાં પર્વ નિમીતે જે કોઈ વેપારી/સંસ્થાએ ફટાકડાનાં વેંચાણ માટે સ્ટોલ નાખવામાં આવેલ છે તે વેપારી/સંસ્થા ને જણાવવાનું કે, ફટાકડાનાં વેંચાણ માટે વાંકાનેર નગરપાલિકાની પૂર્વ મંજુરી લેવી આવશ્યક છે. જે કોઈ વેપારી/સંસ્થાએ પૂર્વ મંજુરી વિના સ્ટોલ/પંડાલ નાખવામાં આવેલ છે અને નગરપાલિકાની જગ્યા દબાણ કરેલ છે તે તાત્કાલીક દુર કરશો તેમજ આ પ્રેસ નોટ જાહેર થયેથી તાત્કાલીક અસરથી મંજુરી લેવાની નોંધ લેશો જો તેમ કરવામાં નહી આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ માલસામાન જપ્ત કરવામાં આવશે જે અન્વયે સધળી જવાબદાર વેપારી સંસ્થાની રહેશે. તો આ બાબતે સર્વે વેપારી/સંસ્થાએ ગંભીર નોંધ લેવી.ગીરીશકુમાર આર. સરૈયા મુખ્ય અધિકારી વાંકાનેર નગરપાલિકા યુવી કાનાણી વહીવટદાર વાંકાનેર નગરપાલિકા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે