WAKANER વાંકાનેરના મેસરિયા ગામ ખાતે “મહિલા ખેડૂતોની ખેતીમાં નિર્ણય લેવાની ભાગીદારી અંગે વર્કશોપ” યોજાયો.

WAKANER વાંકાનેરના મેસરિયા ગામ ખાતે “મહિલા ખેડૂતોની ખેતીમાં નિર્ણય લેવાની ભાગીદારી અંગે વર્કશોપ” યોજાયો.

વાંકાનેર:ગત તા. 24/02/2024, આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) દ્વારા ચાલતા બેટર કોટન ઇનીસીએટીવ (BCI) પ્રોજેક્ટ અંતર્ગત મહીલા ખેડુતોની ખેતીમા નિર્ણૅય લેવાની ભાગીદારી વધે તે અંગે ના વર્ક્શોપ નુ આયોજન વાંકાનેર તાલુકા ના મેસરીયા ગામ મા કરવામા આવ્યુ હતુ .

જેમા વાંકાનેર તાલુકા ના આશરે 19 ગામ ના 200 ખેડુત બહેનો અને ભાઇઓ એ ભાગ લીધેલ હતો. જેમા ઉપરોક્ત બધા ખેડૂતોઓ પતિ-પત્ની સાથે આ વર્કશોપ મા હાજરી આપેલ.આ વર્ક્શોપ મા મીનાબેન કાપડી કે જેઓ વાંકાનેર તાલુકા શાળા માથી આવેલ અને આ વર્ક્શોપ ને અનૂરુપ પોતાનુ સારુ એવુ વક્તવ્ય આપેલ. રાજ્દીપભાઈ પરમાર કે તેઓ એલ્ડર હેલ્પ લાઇન માથી આવેલ. આ ઉપરાંત મંજુબેન (ICDS) માથી આવેલ અને પ્રવીણા બેન મહેમાન તરીકે આવી ને આ વર્ક્શોપ ને અનુસંધાને બહેનોની નીર્ણય લેવામા ભાગીદારી વધે તેવી વાત રજુ કરી. આ ઉપરાંત આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા ચાલતા બી. સી. આઇ. પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ મેનેજર અશોક ભાઇ મેર, પી. યુ. મેનેજર હેપી વૈશ્રનાણી અને તેમજ ટપક ના પ્રોજેક્ટ માથી હરદાસ ભાઇ વાઢેર, યુવા જંક્શન પ્રોજેક્ટ માથી ભરતભાઈ સોનારા અને મચ્છુ એગ્રી પ્રોડુસર કંપનીના સી.ઈ.ઓ. સાહીદૂલા ભાઈ હાજર રહી ને આ વર્ક્શોપ ને સફળ બનાવ્યો.આ ઉપરાંત સારી ખેતી પધ્ધતી અપનાવતા બી.સી.આઇ. પ્રોજેક્ટ ૬ મહિલા ખેડુતો ને પ્રોત્સાહીત કરવામા આવ્યા અને બદલાતી આબોહવા સાથે ટકવા માટે તેઓએ પોતાની ખેતી મા સારી એવી પદ્ધતિ અપનાવેલ છે તે બદલ તેમને પ્રમાણપત્ર પણ આપવામા આવ્યા.








