GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર ના સરતાનપર નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પરપ્રાંતીય ઇસમ ઝડપાયો

WAKANER:વાંકાનેર ના સરતાનપર નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પરપ્રાંતીય ઇસમ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સરતાનપર રોડ ઉપરથી વિદેશી દારૂની એક બોટલ સાથે મૂળ બિહાર રાજ્યનો રહેવાસી હાલ લાલપર ગામે વીશાલદીપ કોમ્પલેક્ષ રૂમ નં.૬૦ ભાડેથી રહેતા અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ ઉવ.૪૫ની અટકાયત કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દારૂની બોટલ અન્ય આરોપી મુકેશભાઇ મનસુખભાઇ દંતેસરીયા રહે.જામસર તા.વાંકાનેર જી.મોરબી પાસેથી મેળવ્યા અંગેની કબૂલાત આપી હતી. હાલ પોલીસે વિદેશી દારૂની એક બોટલ કબ્જે લઇ દારૂના સપ્લાયર આરોપીને ફરાર દર્શાવી બંને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








