NANDODNARMADA

રાજપીપળા નગર મા રાત્રિ ના ૧૦ વાગ્યા પછી ડી.જે. નહી વગાડવાની માલિકો ને સ્પષ્ટ સુચના

રાજપીપળા નગર મા રાત્રિ ના ૧૦ વાગ્યા પછી ડી.જે. નહી વગાડવાની માલિકો ને સ્પષ્ટ સુચના

પોલીસ મથક મા ડી. જે. માલિકો સાથે પોલીસે બેઠક કરી પગલાં ભરવાની સુચના આપતા ખડભળાટ

રાજપીપળા: જુનેદ ખત્રી

લગ્ન સરા ની સીઝન ચાલી રહી છે ત્યારે , રાત્રિ ના સમયે બેફામ બની મોડે સુધી ડી. જે. વગાડી કોઈપણ જાતના સુપ્રિમ કોર્ટ ના અપાયેલ આદેશ નું પાલન ન કરતા ડી. જે. માલિકો ને આજરોજ રાજપીપળા પોલીસ દ્વારા પોલીસ મથક મા બોલાવી તેઓને કડક સુચના આપવામાં આવી હતી.

આવનાર દિવસોમાં ધો 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાઓ પણ યોજાનાર હોય તેમજ , નગર મા આડેધડ ડી. જે. માલિકો અદાલતી આદેશો નું પાલન કર્યા વગર ડી. જે. વગાડતા હોય ને રાજપીપળા નગર સહિત આસપાસ ના વિસ્તાર ના માલિકો ને બોલાવી નીતિ નિયમન મુજબ ડી. જે. વગાડવા નું રાજપીપળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું,જો આમ નહી થાય તો ડી.જે. જપ્ત કરવાની પણ પોલીસ તરફથી ચીમકી આપવામા આવી હતી. પોલીસ ની સૂચના થી ડી. જે. માલિકો વિમાસણ માં મુકાયા છે.

[wptube id="1252022"]
Back to top button