Wakaner વાંકાનેર ના ગારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ નું ભાવભર્યું સ્વાગત કરાય

Wakaner વાંકાનેર ના ગારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ નું ભાવભર્યું સ્વાગત કરાય

“સરકાર દ્વારા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો અંગે માહિતગાર કરાયા”
વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે સવારે 10:00 કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ પહોંચ્યો હતો ત્યારે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંસદ મોહનભાઈ કુંડારીયા હાજર રહ્યા હતા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીગ્નેશાબેન મેર સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અગ્રણીઓ હોદ્દેદારો અને સમગ્ર ગારીયા ગામના ગ્રામજનો પૂર્વ સરપંચ સહિત શિક્ષકો મંત્રી વિગેરે હાજર રહ્યા હતા વ્રતનું ભાવ ભર્યું સ્વાગત કરી દીપ પ્રગટન કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું કાર્યક્રમ સફળ બનાવ્યું હતું જે તસવીર માં દ્રશ્ય માન થાય છે તસવીર રિપોર્ટ આરીફ દિવાન મોરબી









