Wakaner વાંકાનેર ખેલ મહાકુંભ વર્ષ 2024 મા શ્રી શક્તિ પરા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ગોળા ફેંક સ્પર્ધા માં પ્રથમ સ્થાન મેળવ્યું

Wakaner વાંકાનેર ખેલ મહાકુંભ વર્ષ 2024 મા શ્રી શક્તિ પરા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ગોળા ફેંક સ્પર્ધા માં પ્રથમ સ્થાન મેળવ્યું

વાંકાનેરની શ્રી શક્તિપરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શબ્દનું શૈક્ષણિક જ્ઞાન સાથે સમાજહિત રાષ્ટ્રહિત રમત ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓનું ભાવી ઉજવળ કરવાના કાર્યો શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. તેના ભાગરૂપે તાજેતરમાં જ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ વર્ષ 2024 માં રમત ગમતમાં ગોળા ફેક સ્પર્ધામાં શ્રી શક્તિપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળાનુ ગૌરવ વધાર્યું છે. ખેલ મહાકુંભ વર્ષ -2024માં શ્રીશક્તિપરા પ્રાથમિક શાળાની જળહળથી સિદ્ધિમા ગોળા ફેક સ્પર્ધામાં શાળાનો વિદ્યાર્થી માકવાણી મુસ્તાક તાલુકામાં પ્રથમ. તેમજ લાંબી કુદમાં બાબરીયા રાધા તાલુકામાં દ્વિતીય. તથા યોગ સ્પર્ધામાં રાતૈયા હાર્દિક તાલુકામાં તૃતીય સ્થાન. તેમજ ચૌહાણ સિમરન ચક્રફેકમાં તાલુકામાં ચતુર્થ અને રંગપરા મેહુલ લાંબી કુદમાં તાલુકામાં ચતુર્થ સ્થાન મેળવી શાળા પરિવાર તેમજ તેમના પરિવારનું ગૌરવ વધારેલું છે. તે બદલ શાળા પરિવાર આ બધા વિદ્યાર્થીઓને આગળ વધી પ્રગતિ કરે એ માટે હૃદય થી જિલ્લા કક્ષામા પણ પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે અને શાળા નું ગૌરવ વધારે તેવી આશાઓ સાથે હૃદય પૂર્વક શુભેચ્છાઓ શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી.








