WAKANER વાંકાનેરના લુણસરિયા ગામે કરોડોના ખર્ચે બનેલા રેલવે સ્ટેશનમાં પાણીના નિકાલના અભાવે સ્થાનિક ગામજનો પરેશાન

WAKANER વાંકાનેરના લુણસરિયા ગામે કરોડોના ખર્ચે બનેલા રેલવે સ્ટેશનમાં પાણીના નિકાલના અભાવે સ્થાનિક ગામજનો પરેશાન

અંદર ગ્રાઉન્ડ બ્રિજ સાંકડું કરતા વાહનો મોટા પસાર થવા બન્યા કઠિન*
“લુણસરિયા ગામ પંચાયત દ્વારા રેલવે અધિકારી સમક્ષ લેખિતમાં કરી ફરિયાદ”
વાંકાનેર: વાંકાનેર ના લુણસરિયા ગામ ખાતે લાખો કરોડોના ખર્ચે રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે જ્યાં ગામજનો અને વાહન ચાલકો પસાર થઈ શકે તે માટે નાલુ પણ લાખોના ખર્ચે અંડર બ્રિજ કરેલ હોય જે સાંકડો હોવાથી મોટા વાહનો પસાર થતી વેળા અંડર ગ્રાઉન્ડ બ્રિજ ની દિવાલને ગોળાઈ વખતે અડી જવાની કારણે અકસ્માતનો ભય રહે છે જે તે વખતે તે અંડરગ્રાઉન્ડ બ્રિજ કામગીરી અંતર્ગત વિસ્તારની ગામજનો અને પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા એ મૌખિક અધિકારીઓ સાથે વાત કરેલ હોય ત્યારે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવી જે તે વખતના અધિકારીઓએ ખાતરી આપેલ હતી પરંતુ તે પ્રમાણે કામગીરી ન થતા ગામ પંચાયત દ્વારા રેલવે અધિકારી સમક્ષ તારીખ 24 1 2024 ના રોજ રેલવે અધિકારીઓની ટીમ લુણસરિયા ગામ ખાતે પહોંચતા મૌખિકમાં ફરી રજૂઆત કરી હતી જેથી અધિકારીઓએ કહ્યું હતું કે તમો લેખિતમાં આપો યોગ્ય નિકાલ થશે થઈ જશે જેના અનુસંધાને સમગ્ર ગામનો અને પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા હાલના સરપંચ અને મંત્રીએ લેખિતમાં રજૂઆત કરી અંડર ગ્રાઉન્ડ બ્રિજ ના કારણે પાણીના નિકાલ નો અભાવ રહેતા રેલવે તંત્ર દ્વારા તત્કાલ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે ભૂગર્ભ ગટર કે નાલુ બનાવી આપવા ફરી રજૂઆત કરી છે તેમ એક મુલાકાતમાં જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા એ જણાવ્યું છે…. આરીફ દિવાન વાંકાનેર









