GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર જામસર તાલુકા શાળા ખાતે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે “દીકરીની સલામ દેશને નામ” કાર્યક્રમની ઉજવણી

વાંકાનેર જામસર તાલુકા શાળા ખાતે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે “દીકરીની સલામ દેશને નામ” કાર્યક્રમની ઉજવણી

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની જામસર CRC ની શ્રી જામસર તાલુકા શાળા ખાતે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે “દીકરીની સલામ દેશને નામ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં ભારત સરકારના શિક્ષા મંત્રાલયના “બેટી બચાવો બેટી પઢાવો” ફ્લેગશીપ કાર્યકમને વેગ આપવા તથા કન્યા કેળવણી ને પ્રોત્સાહન મળી રહે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવેલ જેમાં ગામની CWSN દીકરી નામે દેલવાડિયા દેવું અશોકભાઈ હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું અને તે દીકરીને જામસર સીઆરસી કો.ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ ના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તેમજ શાળામાં બાળકો દ્વારા દેશ ભક્તિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા અને તેમજ ગામના સરપંચશ્રી અને એસએમસી કમટી સભ્યો અને ગ્રામજનોની અધ્યક્ષતામાં વાલી સંમેલન કરવામાં આવેલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સમગ્ર આયોજન જામસર તાલુકા શાળાના આચાર્યશ્રી સોલંકી વિનોદભાઈના માર્ગદર્શન થકી શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્ર્મને સફળ બનાવવામમાં આવેલ.


ઉપરાંત જામસર સીઆરસી શ્રી નાગલપર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી નિનામા ચંપાબેન જી ને વર્ષ 2023/24 દ્રિતીય સત્રની વિશિષ્ટ કામગીરી બદલ પ્રતિભાશાળી શિક્ષક પસંદગી થતાં જામસર સીઆરસી કો.ઓર્ડીનેટર તરફથી શુભેચ્છાઓ પાઠવી.

[wptube id="1252022"]
Back to top button