DAHOD

સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

તા.22.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં આજ રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી શ્રધ્ધા વિદ્યાલયના પટાંગણમાં શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વિધાર્થીની માતૃભાષા સમૃદ્ધ છે, માતૃભાષા એટલે માતા સમાન ભાષા બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા વિષે બાળકોને માહિતી આપી હતી. શાળાના આ. શિ સંગાડા અશ્વિનભાઈ સી. માતૃભાષાનું ગૌરવ જાળવવું હોય તો આપણે માતૃભાષામાં વાંચન લેખન વધારવું જોઈએ અને લોકકથાઓ અને લોકગીતોનો ખૂબ સમૃદ્ધ વારસો છે એવું જણાવ્યું હતું. આમ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button