WAKANER:ભર શિયાળામાં રાતી દેવડી ગામે પાણીની પુકાર ઊઠી ગામજનોએ હલ્લાબોલ સાથે સમગ્ર વિસ્તારમાં ચકા જામ કર્યું!!!

ભર શિયાળામાં રાતી દેવડી ગામે પાણીની પુકાર ઊઠી ગામજનોએ હલ્લાબોલ સાથે સમગ્ર વિસ્તારમાં ચકા જામ કર્યું!!!
“પોલીસ તંત્ર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને લેખિતમાં બાહેધારી આપતા મામલો થાળે પડયો”

સમગ્ર વાંકાનેર પંથકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ફરી લોકોને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ પીવા માટેનું નર્મદાનું પાણી વાંકાનેર ના રાતીદેવડી ગામે આધુનિક યુગમાં હજુ પહોંચ્યું નથી જેના પરિણામે ગામજનોને ના છૂટકે વેચાતા પાણી મેળવી રહ્યા છે આ કારમી મોંઘવારીમાં વેચાતું પાણી લેવું કઠિન બનતા ના છૂટકે ગામજનોએ ભળશીયાળે પાણીની પુકાર મહેસુસ કરતા હલ્લાહ બોલ સાથે મહિલાઓ સહિત ગામજનો દ્વારા ચકા જામ કરી દેવામાં આવ્યું હતું. જેથી વાંકાનેર પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને સ્થાનિક સરપંચ અને મંત્રી પણ રાતી દેવડી ગામે દોડી જઈ સમગ્ર મામલાને લેખિતમાં બાહેધારી ખાતરી આપી મામલાને થાળી પાડ્યો છે નોંધનીય છે કે શિયાળાની મોસમમાં પાણીની પુકાર ઊઠી છે તો ઉનાળામાં શું સ્થિતિ થશે તેની તકેદારી પણ વિકાસની વાતો કરનાર નેતાઓએ ભૂલવી ના જોઈએ આ ચકા જામ દરમિયાન ચર્ચા તી ચર્ચામાંથી જાણવા મળેલી વિગત એવી કે આજ દિવસ સુધી મીઠા પાણી રાતી દેવડી ગામ જનોને મળ્યા નથી જેના પરિણામે વેચાતા પાણી મેળવી રહ્યા છે અને વાપરવાનું પાણી અઠવાડિયામાં એકાદી વાર આવે છે જેમાં ઘરવપરાશના કપડા ધોવા વાસણ સફાઈ કરવા માટે ના છૂટકે મોટા બેરલ માં પાણી ભરવું પડે છે કારણ કે આઠ વાગ્યે એકાદી વાર વાપરવાનું પાણી મળે છે









