MEHSANAVIJAPUR

વિજાપુર વરલી મટકા નો બજાર માં ગરમી મકરાણી દરવાજા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેન્ક ના ઢાલાણ પાસે વરલી મટકો રમતો હોવાની ચર્ચા

વિજાપુર વરલી મટકા નો બજાર માં ગરમી મકરાણી દરવાજા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેન્ક ના ઢાલાણ પાસે વરલી મટકો રમતો હોવાની ચર્ચા
ચકકરે થી એક ઇસમને ઝડપી પોલીસે માન્યો સંતોષ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના ચક્કર થી મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્ક તેમજ મકરાણી દરવાજા તેમજ દરવાજા પાસેના નવાવાસ નજીક મોબાઈલ ઉપર તેમજ પોલીસ જાણતી હોવા છતાંય વરલી મટકા નો જુગાર ધમધમી રહ્યો છે.કોઈ જાણ કરે તો પોલીસ એકાદ જણા ને પકડી કેસ કરી સંતોષ માની રહી છે ત્યારે મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્ક સામે ના ઢલાણ ઉપર નવાવાસ સથવારાવાસ મકરાણી દરવાજા બહાર મોબાઇલ ઉપર મોટું વરલી મટકા નો જુગાર ચાલી રહ્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. પોલીસે કરેલી કામગીરી માં ગત રોજ ચક્કર વિસ્તારમાં વરલી મટકા ના જુગારના સાહિત્ય સાથે મુજીબ ઇકબાલ ભાઈ શેખ નામના ઇસમ પાસેથી રૂપિયા 1013/-ના મામુલી મુદ્દામાલ સાથે ઝડપી સંતોષ માન્યો છે. જોકે મોટા વરલી મટકા નો જુગાર રમતા રમાડી રહેલ શખ્સો ને પકડી કાર્યવાહી કરે તેવી જાગૃત નાગરીકો માં માંગ ઉઠી છે જાગૃત નાગરીક ના જણાવ્યા મુજબ કેટલાક લોકો સવારે મજુરી કરી ને માંડ માંડ ઘર નુ ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે આવા મજુર વર્ગ વરલી મટકા નો જુગાર રમી રહેલા લોકો ને ચુંગાલમાંથી કાઢવા માટે પોલીસે સક્રિય કામગીરી કરે તેવી જાગૃત નાગરિકો માં માંગ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button