LIMBADISURENDRANAGAR

સુરેન્દ્રનગર LCB પોલીસે લિંબડી નેશનલ હાઇવે પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થો ભરેલ ટેન્કર ઝડપાયું.

સિમેન્ટનાં ટાંકામાં સંતાડેલો દારૂ ભરેલો ટ્રક કબ્જે કરી એક શખ્સની અટકાયત સહીત કુલ રૂ.37.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.

તા.04/05/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સિમેન્ટનાં ટાંકામાં સંતાડેલો દારૂ ભરેલો ટ્રક કબ્જે કરી એક શખ્સની અટકાયત સહીત કુલ રૂ.37.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશ પંડયાએ આગામી લોકસભાની ચુંટણી અન્વયે જિલ્લામા પ્રોહી જુગારની બદી સપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા પીઆઇ બી.એલ.રાયજાદાએ સુચના આપેલ હોય જે અન્વયે એલસીબી પીઆઇ બી એલ રાયજાદા એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી અમુક વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય જેથી તે અંગે ચોકકસ હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવી સિમેન્ટના ટાંકામાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂ સાથે ટ્રકનો ચાલકને ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો વિદેશી દારૂની બોટલો ગ્રીન લેબલ એક્ષ્પોર્ટ સ્પેસીયલ ધ રીચ બ્લેન્ડ વ્હિસ્કી 750 એમ એલ.ની બોટલ નંગ.476 કી.રૂ.1,61,840 ઓફીસર ચોઇસ કલાસિક વ્હિસ્કી 750 એમ.એલ.ની બોટલ નંગ.3780 કી.રૂ. 13,23,000 વ્હાઇટ લેસ વોડકા ઓરેજ ફ્લેવર 180 એમ એલ.ની બોટલ નંગ.6655 કી.રૂ.6,65,500 કીગફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયર ટીન 500 એમ એલ.ની બીયર ટીન નંગ 3509 કી.રૂ.3,50,900 એમ કુલ ઇંગ્લીશ દારૂ કી.રૂ.25,01,240 તથા મોબાઇલ ફોન ન.1 કી.રૂ.10,000 તથા ડ્રાઇવિંગ લાઇસન્સ તથા ટ્રક રજી નંબર RI-09-GD-0950 કી.રૂ.12,00,000 તથા રોકડ રૂપીયા 28,000 એમ મળી કુલ કી.રૂ.37,39,240 ના મુદામાલ સાથે એક શખ્સને પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી ઉપરોકત શખ્સ તેમજ તપાસમાં ખુલે તે સામે પ્રોહી ધારા મુજબ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button