MORBI:મોરબીના ઘૂટું પાસે કેમિકલ ઠલાવવા આવેલ ટેન્કરને ગ્રામજનો લોકોએ ઝડપી પાડ્યું :ડ્રાઈવર ટેન્કર રેઢું મૂકી નાસી ગયો

MORBI:મોરબીના ઘૂટું પાસે કેમિકલ ઠલાવવા આવેલ ટેન્કરને ગ્રામજનો લોકોએ ઝડપી પાડ્યું :ડ્રાઈવર ટેન્કર રેઢું મૂકી નાસી ગયો
મોરબી : મોરબી તાલુકાના ઘૂંટુ નજીક ગઈકાલે મોડી રાત્રે એક ટેન્કર ચાલક કેનાલમાં હાનિકારક કેમિકલનો કદળો ઠાલવતો હોવાની જાણ થતા ઘૂંટુ ગામના જાગૃત નાગરિકોએ હલ્લાબોલ કરતા ટેન્કર ચાલક નાસી ગયો હતો અને બાદમાં ટેન્કરને ઘૂંટુ ગ્રામપંચાયત કચેરીએ લાવી પોલીસ અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતા શંકાસ્પદ કેમિકલના નમૂના પણ લેવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે જીજે – 14 – એક્સ – 2590 નંબરનો ટેન્કર ચાલક ઘૂંટુ ગામની કેનાલ નજીક હાનિકારક કેમિકલનો કદળો કેનાલમાં ઠાલવી રહ્યો હોવાનું ધ્યાને આવતા ઘૂંટુ ગામના જાગૃત નાગરિકો બનાવ સ્થળે એકત્રિત થઈ જતા ટેન્કર ચાલક ટેન્કરને થોડે આગળ ખુલ્લી જગ્યામાં કેમિકલ ઠાલવી ટેન્કર રેઢું મૂકી નાસી ગયો હતો.
બીજી તરફ મોટી સંખ્યામાં ઘૂંટુ ગામના જાગૃત લોકો એકત્રિત થઈ જતા આ ટેન્કરને ઘૂંટુ ગ્રામપંચાયત ખાતે લાવી તાલુકા પોલીસ તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરતા બન્ને વિભાગો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ટેન્કરમાં રહેલા કેમિકલ યુક્ત કદળાના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હોવાનું સતાવાર રીતે જાહેર કર્યું હતું.