
મોરબીના ઘૂંટુ ગામે 300 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતા ગ્રામજનો

બીપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠેથી પસાર થઈ ગયું હોય સામાજીક સંસ્થાઓ અસરગ્રસ્તોની વ્હારે આવી છે અને સ્થળાંતરિત કરાયેલા લોકો માટે રહેવા જમવાની સુવિધા કરી રહી છે ત્યારે મોરબી તાલુકાના ઘૂંટુ ગામે સરપંચના માર્ગદર્શન હેઠળ ગામના આગેવાનોએ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને સમજાવીને ગામની શાળાઓમાં સ્થળાંતરિત કર્યા હતા અને 300 જેટલા સ્થળાંતરિત લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે હવે તો વાવાઝોડાનું સંકટ ટળ્યું છે પરંતુ આજે પણ તમામ લોકો માટે ગામના આગેવાનો દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

[wptube id="1252022"]








