
MORBI:ભારતી વિધાલય શાળામાં કરાઇ વસંતપંચમી અને બ્લેક ડેની ઉજવણી
આજ રોજ સામાકાંઠે વિસ્તારમાં આવેલી *ભારતી વિધાલય શાળામાં ઉજવાઇ વસંત પંચમી અને વીર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલી* આજના આ શુભ પાવન દિવસે શાળાની વિધાર્થીની *ઝાલા પ્રાચીબા પૃથ્વીરાજસિંહ કે જેઓ સાક્ષાત હંસવાહિની માં સરસ્વતીજીનું પવિત્ર સ્વરૂપ ધારણ કરેલ* અને વિધાર્થીઓને આશીર્વાદ આપેલ.આ કાર્યક્ર્મમાં માં સરસ્વતીજીની પ્રાર્થના વિધાર્થીઓ દ્વારા ગાયન કરવામાં આવેલી તેમજ માં શારદાની સ્તુતિ પર ડાન્સની કૃતિ રજૂ કરાઇ હતી સાથે પુલવામાં અટેક માં શહિદ થયેલા વીર સૈનિકોને શ્રદ્ધાંજલી અપાઈ તેમજ દેશ ભક્તિ ગીતો પણ વિધાર્થીઓએ રજૂ કરેલ.આ કાર્યક્રમમાં દરેક શિક્ષક અને વિધાર્થીએ વિધાની દેવી માં સરસ્વતીનું પૂજન કરેલ તેમજ વિધારૂપી તેમના પુસ્તકનું પણ પૂજન કરેલ.
કાર્યક્રમના અંતમાં શાળાના પ્રમુખ શ્રી હિતેશભાઇ મહેતાએ દરેક વિધાર્થીઓને વસંત પંચમીનું શું મહત્વ છે ? તેના વિશે માહિતી આપેલી સાથે *દરેક વિધાર્થીઓને બૉલપેન અને પુસ્તક આપી વિધાનું દાન કરીને તમામ વિધાર્થીને આશીર્વચન આપી ભાગ લેવા બદલ શુભકામના પાઠવેલ* તેમજ શાળાના સ્ટાફ પરિવારને આ કાર્યક્રમ અતિશય મન મોહક બનાવવા બદલ અને જહેમત ઉઠાવવા બદલ અભિનંદન પાઠવેલ.જે શાળા સંચાલક શ્રી કૌશલભાઈ મહેતાની યાદી જણાવે છે.