MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારા:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
ટંકારા તાલુકામાં સાવચેતીના ભાગરૂપે કોઈ પણ પ્રકારની જાન-માલની નુકશાની ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે ટંકારા ખાતે જેસીબી દ્વારા વોંકળા સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને સૂચનાઓ આપી થયેલ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેથી પાણી ભરાવવાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય.
[wptube id="1252022"]