ટ્રેનની મુસાફરીમાં ગુમ થયેલ વૃદ્ધ મહિલા ની જાહેરાત વાંકાનેર પોલીસને મળતાની સાથે શોધ ખોર કરી તત્કાલ પરિવાર સાથે મિલન કરાવ્યું!!!

ટ્રેનની મુસાફરીમાં ગુમ થયેલ વૃદ્ધ મહિલા ની જાહેરાત વાંકાનેર પોલીસને મળતાની સાથે શોધ ખોર કરી તત્કાલ પરિવાર સાથે મિલન કરાવ્યું!!!

“રાજાવડલા ના જંગલી માર્ગ તરફ માથાના ભાગ ઇજાગસ હાલતમાં વૃદ્ધ મહિલા મળી આવતા પોલીસે સારવાર પણ કરાવી ફરજ ના ભાગે માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું”
(આરીફ દિવાન મોરબી) વાંકાનેર:
પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં તે કહેવતને સાર્થક કરવામાં વાંકાનેર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. છાસીયા ફરજ ના ભાગે જિલ્લા પોલીસ વડાની સૂચના માર્ગદર્શન થી કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે 100 ગુનેગાર ભલે છૂટી જાય પરંતુ કોઈ નિર્દોષ ના ફસાઈ તેવા ઉચ્ચ ઉદ્દેશ સાથે દરેક ફરિયાદને ચકાસી ગુનેગારને ગુના અંગે કાયદાની કલમો અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં જાણીતા છે ત્યારે ગુનેગારો માટે કડક અધિકારી તરીકે પ્રતિષ્ઠ પ્રમાણિત વ્યક્તિઓ માટે પ્રજાના રક્ષક તરીકેની ઓળખ આપી રહ્યા છે ત્યારે તાજેતરમાં 62 વર્ષના વૃદ્ધ મહિલા ટ્રેનની મુસાફરી અંતર્ગત અમરસર ફાટકની આસપાસ ગુમ થયેલ હોય તેવી જાહેરાત મળેલ હોય જેના ભાગરૂપે તત્કાલ સમગ્ર પોલીસ સ્ટાફને જાણ કરી મહિલાની શોધખોળ હાથ ધરી હતી જેના ભાગરૂપે ગત તારીખ 4 /4/2023 ના રોજ રાજકોટ થી અમદાવાદ તરફ મુસાફરી અંતર્ગત અમરસર ફાટક આસપાસના વિસ્તારમાં ટ્રેન અમરસર રેલવે સ્ટેશન ને ઉભી હોય એ સમયે ઉમા લક્ષ્મીબેન ઉંમર વર્ષ 62 મહિલા ઉંમર અંતર્ગત ભૂલા પડ્યા હોય અને અમરસર રેલવે સ્ટેશન ઉતરી ગયા હોય એ સમય દરમિયાન પરિવારજનોએ રેલ્વે પોલીસને જાણ કરતા રેલવે પોલીસે ફોટા સાથે ગુમ સુધા મહિલાની જાહેરાત પોલીસ મથકે કરતા વાંકાનેર સીટી પોલીસ ની ટીમ ના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ છાસિયા ડી સ્ટાફ તેમજ બીટ જમાદારો સહિત સમગ્ર પોલીસ ટીમને શોધ ખોળ કરવા આદેશ કર્યો હતો જેના આદેશ અનુસાર પોલીસ ટીમના જવાનું એ વિવિધ વિસ્તારોમાં ગુમ સુધા વૃદ્ધ મહિલાની તત્કાલ ફરજ ના ભાગે તપાસ હાથ ધરી હતી જે સમય દરમિયાન સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાજા વડલા ગ્રામ્ય વિસ્તારની સીમ વિસ્તારમાં જંગલ તરફના માર્ગે બેસુદ હાલતમાં માથાના ભાગ ઇજાગસ પરિસ્થિતિમાં મળી આવેલ હતા જેથી તેઓને તત્કાલ પ્રાથમિક સરકારી હોસ્પિટલમાં સારવાર પોલીસે અપાવીને ઉમા લક્ષ્મીબેન 62 વર્ષ ને પોતાના પરિવાર સાથે મિલન કરાવી ફરજ ના ભાગે પોલીસ ટીમે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ છાસિયા તેમજ રાજા વડલા જમાદાર ની ટીમ સહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. કાનાણી. ભૂપતસિંહ પરમાર. નાકિયા. યશપાલસિંહ. બળદેવસિંહ.. તાજુદ્દીન ભાઈ સરસિયા. વિગેરે વાંકાનેર પોલીસ ટીમ જિલ્લા પોલીસ વડા ની સુચના માર્ગદર્શન અંતર્ગત ફરજ ના ભાગે કાયદો વ્યવસ્થાની સાથે સાથે ગુમસુધા ની શોધ ખોર કરી પરિવાર સાથે ભેટો કરાવવાની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી છે જેમાં અમદાવાદના વૃદ્ધ મહિલા ઉમા લક્ષ્મીબેન ઉંમર વર્ષ 62ના ને પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું અને પ્રાથમિક ઇજાગસ મહિલાને સારવાર અપાવી હતી તે ફરજ ના ભાગે માનવતા નું ઉદાહરણ પૂરું પાડેલ છે જેથી વાંકાનેર પંથકમાં પ્રતિષ્ઠ પ્રમાણિત વ્યક્તિઓ અને અમદાવાદના વૃદ્ધ મહિલાના પરિવારનો એ પોલીસની કામગીરી ને બિરદાવી હતી









