
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ – વાંસદા
સુપ્રસિદ્ધ ઉનાઈ મંદિર નજીકથી પસાર થતી ગટરનું આ વર્ષે પણ નિર્માણ ન થતા ગટરીયા પુર આવવાની શક્યતા
ખંભાલિયામાં ચોમાસા પૂર્વે ગટર સાફ થઈ પણ વાસ્તવિકતા કઈ અલગ અનેક જગ્યાએ ગટરમાં ખદબદતો કચરો
ઉનાઈ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી કાદવ કીચડ વાળી ખુલ્લી ગટર સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી રહી છે
વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ગણાતા ઉનાઈ મંદિર પાસેથી વર્ષોથી પસાર થતી ગટરનું આ વર્ષે પણ નિર્માણ ન થતા વરસાદી પાણી થી ગટરીયા પુર આવવાની પુરેપુરી શક્યતા ઉનાઈ અને ખંભાલિયા ગામની ગટરનું પાણી મંદિર પાસેથી પસાર થતી ગટરમાં આવતું હોય છે મંદિર પાસેથી પસાર થતી ખુલ્લી ગટર છે જેને કારણે ગટરમાં મોટા પ્રમાણમાં કચરુ ઠલવાતું હોય છે પ્લાસ્ટિક કચરો તેમજ કાદવ કિચડને કારણે ભર ચોમાસે અતિશય વરસાદમાં પાણીનો નિકાલ થતો ન હોય જેથી ગટરોનું પાણી અને વરસાદી પાણી રોડ રસ્તાઓ પર ફરી વળે છે ગટરો ચોકપ થવાને કારણે ગટરીયા પાણી ત્યાં રહેતા સ્થાનિક રહીશોના ઘરોમાં ઘુસી જતું છે જેને લઈ ત્યાંના સ્થાનિક લોકો ને દર વર્ષે મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવી રહ્યો છે જેને લઈ મંદિર પાસેથી પસાર થતી ગટરનું નિર્માણ કરવામાં આવે એવી રજુવાત ગામલોકો દ્વારા તંત્રને અનેક કરવા છતાં પણ તંત્ર આ બાબતે વામળું પુરવાર થઇ રહ્યું છે તંત્રના પાપે સ્થાનિક લોકોને ચોમાસા દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચોમાસાની સીઝનના પહેલા વરસાદે માછીવાડ ,મંદિર ફળિયા વિસ્તારના રહીશોના ઘરોમાં પાણી ફરી વળે છે ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે અહીંના રહીશોને ઘરવખરી તેમજ આર્થિક નુકશાન ભોગવવાનો આવરો આવી રહ્યો છે જોકે તંત્ર દ્વારા ઘરોમાંથી પાણી ઓસરતા અહીંના રહીશોને નુકશાનીનો સર્વે કરી સહાય આપવાની સાંત્વના આપવામાં આવતી હોય છે પરંતુ સહાય આપવામાં આવતી નથી તેમજ દર વર્ષે ગ્રામપંચાયતો દ્વારા ગટરો સાફ કરાવવા માટે મોટી રકમનો ખર્ચ કરવામાં આવતો હોય છે જેને લઈ વાસ્તવિકતા કઈ અલગ જ જોવા મળતી હોય છે ગટરો સાફ કરવા માટે મોટો ખર્ચ કરવામાં આવે છે છતાં ધોધમાર વરસાદ વરસતા સાથે ગટરો ચોકપ થઈ જતી હોય છે જેને લઈ વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે સ્થાનિક રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જતા હોય છે હાલમાં ચોમાસુ સક્રિય થઈ રહ્યું છે આ વર્ષે પણ ચોમાસા ઉનાઈ અને ખંભાલિયામાં ગટરીયા પુર આવવાની શક્યતા નકારી શકાય એમ નથી જે બાબતે આ વર્ષે તંત્ર ચોમાસા પૂર્વે સુ પગલાં લેશે એ હવે જોવાનું રહ્યું
બોક્ષ: ઉનાઈ મંદિર પાસેની ગટરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી નવી ગટરનું નિર્માણ કરવા માટે તંત્ર રસ ધરાવતું નથી જેને કારણે ખુલ્લી ગટરમાં પૂષ્કાળ પ્રમાણમાં કાદવ કીચડ અને પ્લાસ્ટિક કચરાને કારણે ભર વરસાદે ગટરીયા પુર આવી રહ્યા છે જેમાં સ્થનિકોના ઘરોમાં દર વર્ષે ગટરીયા પુરના પાણી ભરાઈ જાય છે ખુદ મારા ઘરમાં પણ પાણી ભરાઈ જતું હોય છે જો આ વર્ષે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થશે તો સ્થાનિકો સાથે મળી ઘરવખરી સાથે અધિકારીઓની ઓફિસો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે – અનંત પટેલ ધારાસભ્ય વાંસદા -ચીખલી
બોક્ષ: દર વર્ષે ભર ચોમાસે ગટરીયા પાણી ગરમ ઘુસી જતા હોય છે ગત વર્ષે મારા ગરમ પાણી ઘૂસી જવાને કારણે મોટાપાયે ઘરવખરીને નુકશાન થયું હતું તંત્રના અધિકારીઓ સ્થળ પર આવી માહિતી લઈ ગયા છતાં કોઈ પણ પ્રકારની વળતર આપ્યું ન હતું જો મંદિર સામેની ગટરનું નિર્માણ કરવામાં આવે તો દર વર્ષે ગટરના પાણીને લઈ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એમ રાહત થાય એમ છે – અશ્વિનભાઈ ખત્રી સ્થાનિક રહીશ મંદિર ફળિયા
બોક્ષ: આ વર્ષે ત્રણેય ગામોના સરપંચોને લેખિતમાં ગટરો સાફ કરવા માટે સૂચન કર્યું છે જેમાં ગટરોની સફાઈ પણ થઈ ગઈ છે તેમજ મંદિર પાસેની ગટરની સફાઈ માટે મામલતદારશ્રીને મળી ચર્ચા કરી હતી તેમજ આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી અને ગટરીયા પુરને ધ્યાને લઇ આગમચેતીના પગલાં લેવામાં આવશે – રાજેન્દ્રભાઇ પરમાર તાલુકા વિકાસ અધિકારી વાંસદા
બોક્ષ: ઉનાઈ મંદિરની બાજુમાંથી પસાર થતી ખુલ્લી ગટરમાં પલાસ્ટિક કચરો તેમજ અસહ્ય માથું ફાડી નાખે તેવું દુર્ગંધ મારતું કાદવ કીચડવાળું પાણીના કારણે ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાવવાની દહેશત છતાં તંત્ર ખુલ્લી ગટરનું નિર્માણ કરવામાં વામળું પુરવાર થઇ રહ્યું છે અધિકારીઓ માત્ર સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે પરંતુ પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતે વર્ષોથી ખુલ્લી ગટર કચરાને લઈ વાસ્તવિકતા કઈ અલગ દેખાઈ રહી છે






