GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

Gandhinagar : રાજ્યમાં કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચૂકવાશે 4 લાખની સહાય

ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી સર્જી છે. ભારે વરસાદના કારણે પાક અને મોટી જાનહાનિ પણ થઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી પડવાથી કુલ 24 લોકોના મોત થયા. ત્યારે મળતી માહિતી મુજબ, કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર સહાય ચૂકવશે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા સહાયની જોગવાઈ કરાઈ છે.
વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં રાજ્યમાં 24 લોકોના મૃત્યુ થયા છે. જેમાં મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા, ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. જ્યારે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

[wptube id="1252022"]
Back to top button