BHANVADDEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા અને ભાણવડમાં ગેસ સિલિન્ડર પર ‘હું ચોક્કસપણે મતદાન કરીશ જ’ ના સ્ટીકર લગાવાયા

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુને વધુ મતદારો પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) ઝુંબેશ અંતર્ગત નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ખંભાળિયા અને ભાણવડ ખાતે ગેસ સિલિન્ડર પર મતદાન કરવા પ્રેરણા આપતા સ્ટીકર લગાવી મતદારોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

        ગેસ સિલિન્ડર પર મતદાનની જાગૃતિના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જેમાં ‘યાદ રાખો તા. ૦૭/૦૫/૨૦૨૪’, ‘હું ચોક્કસપણે મતદાન  કરીશ જ….’ સહિતની વિગતો આપવામાં આવી છે. આમ મહિલા મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button