HALOLPANCHMAHAL

હાલોલ:અરાદરોડ ખાતે આવેલ સૈયદ પાતલીયા પીરના બે દિવસીય ઉર્ષની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરાઈ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૯.૧.૨૦૨૪

હાલોલના ગ્રામ્ય વિસ્તાર એવા રાધનપૂર ગામે આવેલ કોમી એકતાના પ્રતીક સમાન ગણાતા સૈયદ પાતલીયા પીરના બે દિવસીય ઉર્ષની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે કરવામાં આવી હતી.જેમાં ઉજવણીના પ્રથમ દિવસે દરગાહ ખાતે ધાર્મિક વિધિ મુજબ કુલશરીફ,મહેફિલે મિલાદ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે ઉર્સના બીજા દિવસે વડોદરા નાં ખાનકાહે એહલે સુન્નતના સજ્જાદા નશીન સૈયદ મોયુનુદિંન બાબા કાદરી સાહેબના હાથોથી સંદલ શરિફ ની રસમ અદા કરાઈ હતી.અને ત્યારબાદ સલાતો સલામ અને દુવા કરાઈ હતી.જ્યારે દરગાહ કમિટી દ્વારા ભવ્ય નિયાઝ (ભંડારા)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં હાલોલ સહિત આસપાસના ગામોમાંથી અકીદતમંદો ઉમટયા હતાં અને ઉર્ષ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

[wptube id="1252022"]
Back to top button