
MORBI:મોરબી અલગ-અલગ દરોડામાં બે યુવાનોને વિદેશી દારૂ સાથે ઝડપાયા
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન વજેપર અને આલાપ રોડ ઉપરથી બે અલગ-અલગ દરોડામાં બે યુવાનોને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબીના આલાપ રોડ ઉપર તુલશીપાર્કની સામેથી આરોપી રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા, રહે.વજેપર શેરી નંબર 4 વાળાને બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]








