
મોરબીના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યને વેગ આપવા માટે 376 કરોડ 31 માર્ગો ને મજબૂતીની મોર લાગ્યાની જાહેરાતની સાથે જ એક જ પાર્ટીના બે નેતાઓના નિવેદનથી પહેલી આપણા ગુજરાતીઓની કહેવત છે એ યાદ આવી ગઈ મારુ મારા બાપનું તારું મારું હૈયું એ કહેવતને સાર્થક કરતી ઘટના મોરબીની તકવાદી નેતાગીરીમાં જાણે ફિટ બેસતી હોય તેમ શાસન પક્ષના બે નેતાઓ દ્વારા અખબારી નિવેદનમાં 376 કરોડના 31 માર્ગોને મંજૂરીની મહોર મારી ત્યાં સસ્તી પ્રસિદ્ધિ ખાટવા લાગ્યા છે જેથી સ્થાનિક મોરબી જિલ્લાની પ્રજામાં હાસ્યપદ જેવું મોટા ભાગમાં લોકો અનુભવી રહ્યા છે કારણ કે સૌ પ્રથમ મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્ય અખબારી અહેવાલમાં મારી રજૂઆત ફળી તો સાંજ ના સમયે ટંકારા પડધરી મતવિસ્તારના ધારાસભ્ય દ્વારા અખબારી અહેવાલ ના માધ્યમમાં ટંકારા પડધરી મતવિસ્તારના ધારાસભ્ય ની રજૂઆત ફળી આવા એક જ પાર્ટીના જુદા જુદા મતવિસ્તારના ધારાસભ્યની સસ્તી પ્રસિદ્ધિથી બુદ્ધિજીવીઓમાં તકવાદી નેતાઓની માનસિકતા અંગે પુરા પરિચિત થયા છે કારણકે ઘણા સમયથી મોરબી જિલ્લા પંથક ની સમસ્યા અંગે રાવ રજૂઆત અને અખબારી અહેવાલો નેતાઓની નિષ્ક્રિયતા અને તંત્ર ના આયોજનના અભાવે સમસ્યા સ્વરૂપે સમાચારો પ્રસિદ્ધ થતા હોય એવા સમયે ઘટના સ્થળે સમસ્યાને અળવી કરવા સમયે દર્શન દુર્લભ નેતાઓ એકાએક સમય અંતર્ગત અને ચૂંટણીના ગુંજી રહ્યા છે એવા સમયે સુપર સીડ થયેલી પાલિકા માં પણ ચૂંટણી આવનાર હોય ત્યારે વિકાસ લક્ષી કાર્યને વેગ ના મળે તો શાસન પક્ષની છબી મતદાર પ્રજામાં વધુ નબડી પડે એ વાતને પણ કોઈ શંકાનું સ્થાન નથી અને 376 કરોડ 31 માર્ગો ની મંજૂરીની મહોર લાગી હોય તેવી જાહેરાત કરવામાં આવી છે..

હજુ રોડ રસ્તા બની નથી ગયા હવે એ રોડ રસ્તા મજબૂત બને તેમાં તકવાદી નેતાઓ કમિશન એજન્ટો વચોટિયા દલાલોને દૂર રાખી ભ્રષ્ટાચાર મુક્ત મજબૂત રોડ રસ્તા બને અને તેનો લાભ મતદાર પ્રજાને વાહન ચાલકો માટે ચિંતક ના બને તેવા પ્રયાસો કરવા જોઈએ પરંતુ હજુ તો મંજૂરીની મોહર લાગી છે રોડ બની નથી ગયા ખરેખર જો પ્રજા ચિંતક અને વિકાસલક્ષી કાર્ય કરવા માંગતા હોય બંને ધારાસભ તો મોરબી ટંકારા પંથકમાં પાયાની પ્રાથમિક સુવિધા ની સાથે રખડતા ઢોર અને સરકારી કચેરીમાં આધુનિક યુગમાં પણ લાઈનમાં અરજદારોની કટાર લાગે છે એ સમસ્યા હળવી કરી ખરા ના પ્રતિનિધિ તરીકેની ઓળખ આપવી જોઈએ








