MORBI:મોરબીના આંદારણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઈસમો ઝડપાયા

મોરબીના આંદારણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી-હળવદ રોડ ઉપર આવે આંદરણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૨ બોટલ સાથે બે ઈસમની અટક કરી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસે મોરબી-હળવદ રોડ ઉપર આવેલ આંદરણા બસ સ્ટેન્ડ પાસેથી બજાજ કંપનીની સીએનજી રિક્ષા રજી. જીજે-૦૮-એવી-૬૨૮૭ માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૨ બોટલ સાથે આરોપી વનરાજસિંહ છનુભા વાઘેલા ઉવ.૧૯ રહે.વડા તા.કાંકરેજ જી.બનાસકાંઠા, યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ઉવ.૪૦ રહે. થરા પારસનગર સોસાયટી તા.કાંકરેજ જી.બનાસકોઠા મુળરહે. ઝીંઝુવાડા, તા.પાટડી, જી.સુરેન્દ્રનગરને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા સીએનજી રીક્ષા સહિતના મુદામાલ સાથે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








