MORBIMORBI CITY / TALUKO

મોરબીના રફાળેશ્વર ગામ નજીકથી ગાંજા સાથે બે ઈસમો ઝડપાયા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીકથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા બે ઇસમોને ચાર કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે ઉપરાંત તપાસ દરમિયાન વધુ એક અન્ય આરોપીનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલલીંગ હોય તે દરમ્યાન રેઇડ કરતા મોરબી તાલુકાના રફાળેશ્વર (જાંબુડીયા) ગામે અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈનાં કબ્જા ભોગવટા વાળી ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪ કિલો ૪૫૦ ગ્રામ કિ.રૂ. ૪૪,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૨૦૦/- તથા રોકડા રૂપીયા ૭૧૦૦/- તથા લોખંડનો ત્રાજવુ તથા એક કિલો તથા ૨૦૦ ગ્રામનુ વજનીયુ કિ.રૂપીયા ૫૦૦/- મળી કુલ રૂ.૫૩,૩૦૦/- ના મુદામાલ સાથે આરોપી અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઇ ઉવ.૫૫ તથા બાબુભાઇ પાલાભાઇ રાઠોડ ઉવ.૫૦ રહે. બંને આંબેડકરનગર રફાળેશ્વરગામ (જાબુડીયા) તા.જી.મોરબી વાળાને મોરબી એસઓજી ટીમે ઝડપી પાડી તપાસ કરતા અન્ય એક શખ્સ કરશભાઈ ભીખાભાઈ વાઘેલા રહે. બનાસકાંઠા વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. હાલ ત્રણે આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી. એસ એકટ ૧૯૮પની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ મોરબી તાલુકા પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button