
મોરબીના રંગપર ગામે જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામના પાદરમાં આવેલ તળાવની પાળ નજીક જાહેરમાં તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા નવઘણભાઇ માત્રાભાઇ ગોલતર ઉવ-૫૨ રહે.ત્રાજપર ખારી રામાપીરના મંદીર પાસે તા.જી.મોરબી તથા જયદિપભાઇ મુકેશભાઇ ઝાલા ઉવ-૨૪ રહે.મોરબી-૨ ધરમપુર રોડ ભીમસર તા.જી.મોરબીને રોકડા રૂપિયા ૫૭૦/-સાથે તાલુકા પોલીસે રંગેહાથ ઝડપી લીધેલ હતા. આ સાથે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]