JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

હાલારની વિન્ડફાર્મ કં. સામે “આપ” ખફા

હાલારની વિન્ડફાર્મ કં. સામે “આપ” ખફા

ગામડાના રોડ ખેડૂતોની જમીનોને ખુબ નુકસાન આડેધડ કામ કરી નિયમ નેવે

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર જીલ્લામાં વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા થતા સરકારશ્રીના નિયમો ભંગ અને ખેડૂતો ઉપર થતા અત્યાચારો અને દમનગીરીથી થતા કામો અટકાવવા તથા તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા બાબતે આપ ના જામનગર જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ અને આપ પ્રદેશ મંત્રી પ્રકાશભાઇ દોંગા એ જામનગર કલેક્ટર ને રજુઆત કરી છે કે……..

જય હિન્દ સાથ જણાવવાનું કે જામનગર જીલ્લામાં વિન્ડફાર્મ કંપનીઓ છેલ્લા ઘણા સમયથી બેફામ બની કોઈપણ સરકારી નિયમોનું પાલન ન કરી આડેધડ ખેડૂતોની જમીનો, સરકારી ખરાબા, ગૌચરની જમીનોમાં દમનકારી નીતિથી તેમના માથાભારે મળત્યાઓ દ્વારા પવનચક્કીઓ અને તેના વીજપોલ ઉભા કરે છે.                                                                                                                          (૧)  આ વિન્ડફાર્મ કંપનીઓ તેમની પવનચક્કીઓ અને તેમના વીજપોલ કે ટાવરો ઉભા કરવા માટે જે રસ્તાઓ કરવા તથા બનાવવા માટે સરકારી ખરાબા કે ગોચરની જમીનોમાંથી આડેધડ કુદરતી સંપતી એવી માટી મોરમ કાઢવા માટે કાયદાની કોઈપણ જાતની સેહ સરમ રાખ્યા વગર બેફામ ચોરી કરે છે. અને સરકારી તંત્રએ આ વિન્ડફાર્મ કંપનીઓને ખાણ-ખનીજની ચોરી કરવા માટે જાણે ખુલ્લી છૂટ આપી દીધી હોઈ તેવું ચિત્ર સ્પષ્ટ દેખાય આવે છે.                                                                                                                                                                            (૨) વિન્ડફાર્મ કંપનીઓ પવનચક્કીથી વિધુત મથક સુધી પાવર પહોચાડવા માટે જે લાઈનો દ્વારા વીજપોલ કે ટાવરો નાખવામાં આવે છે. તેમાં ખેડૂતોની પોતાની માલિકીની મહામુલી જમીનોમાં બેફામ ખેડૂતોની કોઇપણ જાતની મંજુરી લીધા વગર અને સરકારી જમીન સંપાદનની ગાઈડલાઈન્સનું કોઈપણ જાતનું પાલન કર્યા વગર પોતાના માથાભારે રાજકીય કે સરકારી વગ ધરાવતા કોન્ટ્રાક્ટર મળત્યાઓ દ્વારા ખેડૂતોને દબાવી કામ કરવામાં આવે છે અને આ કામ કરતી વેળાએ તેમના મહાકાય વાહનો ગામ સીમના રસ્તાઓ ઉપર આવેલ ખેડૂતોની પાઈપલાઈનો તથા શેઢાઓનો નાશ થાય છે ત્યારે ખેડૂત સરકારી તંત્ર પાસે મદદ માંગે છે ત્યારે સરકારી તંત્ર આ ખેડૂતની પીડા સમજ્યા કે સાંભળ્યા વગર ખેડૂતને કોઇપણ જાતનો ન્યાય આપ્યા વગર ખેડૂત દ્વારા કરવામાં આવેલ અરજને કે તેના કાગળને ફાઈલ કરી દેવામાં આવે છે.                                                                                                                                                    (૩) આ વિન્ડફાર્મ કંપનીઓ પીડિત ખેડૂતોને વળતર ચુકવવામાં પણ અલગ અલગ ધારા ધોરણ અપનાવે છે. એક ખેડૂતને વીજપોલ નાખવા માટે ૫૦૦૦ રૂ. તો બીજા ખેડૂતને ૭૦,૦૦૦ રૂ. સુધી વળતર આપવામાં આવે છે. એક ખેડૂતને વીજ ટાવર નાખવા માટે ૫૦,૦૦૦ રૂ. તો બીજા ખેડૂતને ૪૦,૦૦,૦૦૦ રૂ. સુધી વળતર આપવામાં આવે છે અથવા ઘણા બધા ખેડૂત ને વિસ્વાસમાં લીધા વગર કે ખેડૂતની મંજુરી લીધા વગર આ કામગીરી કરવામાં આવે છે.                                                                                                                (૪) આ વિન્ડફાર્મ કંપનીઓ શરત ભંગ કરી કલેકટરશ્રી દ્વારા જમીન ફળવાતી વખતે કે ભાડાપટે આપતી વખતે જે હુકમ કરેલ હોઈ અને તેમાં શરતો રાખેલ હોઈ તેનો ખુલેઆમ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ઉલાળ્યો કરવામાં આવે છે. અને આવી જ એક હકીકત અમારા ધ્યાન સમક્ષ આવેલ છે તે આપ સાહેબશ્રી સમક્ષ નીચે રજુ કરી છે .                                                                                                      કલેકટરશ્રી જામનગર દ્વારા મંજુરી પત્ર નં. જમન-૧/૨૨૧૪(૧૩)/૨૦૧૩ થી સૂઝલોન ગુજરાત વિન્ડપાર્ક લી.ને જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામે વિન્ડફાર્મ પાવર પ્રોજેક્ટના ઔધોગીક હેતુ માટે સરકારી ખરાબાની જમીન ભાડાપટે થી આપવામાં આવેલ હતી . તેમાં આ વિન્ડફાર્મ કંપની દ્વારા જે પોતાની અરજીમાં જણાવ્યા મુજબની માંગણીવાળી જગ્યા એટલે કે જે જમીન ફાળવવામાં આવેલ છે, તે જમીન માંગણી કરવામાં આવેલ ન હોઈ અને ફાઈનલ માપણી સમયે સ્થળમાં ફેરફાર હોઈ . અને આ કંપની દ્વારા આ સ્થળ ફેરફારનો કોઈ સુધારા                  હુકમ પણ મેળવેલ ન હોઈ , જેથી સમગ્ર કામગીરી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ વિરુદ્ધ છે.                                                                                                          .                                                                             (૧)

 

 

(૨)

આ સુઝલોન વિન્ડપાર્ક કંપનીએ ડીઆઈએલઆર કચેરીમાં જે માપણીશીટ તૈયાર કરાવવામાં આવેલ છે અને માપણીની કામગીરી અન્વયે જે માપણીશીટો તૈયાર કરવામાં આવેલ છે તે કંપની ની અરજી કે માંગણી ન હોઈ તેવા સ્થળે પવનચકી ઉભી કરવાની કામગીરી કરવામાં આવેલ હોઈ અને કલેકટરશ્રીના મંજુરી પત્ર નં. જમન-૧/૨૨૧૪(૧૩)/૨૦૧૩ માં આવેલ શરત નં : ૩ ભંગ કરવામાં આવેલ છે તે સ્પષ્ટ થાય છે. અને જે જગ્યા ફાળવવામાં આવેલ હોઈ તે જગ્યાના બદલે અન્ય જગ્યાએ પવનચક્કી કે તેના વીજ ટાવરો અથવા વીજ પોલ ઉભા કરવામાં આવેલ છે. અને અન્ય ઘણી બધી શરતોનો ભંગ કરેલ છે અને જરૂર પડીએ આપ સાહેબશ્રીના આદેશ થશે તો પુરાવા રજુ કરવા અમો તૈયાર છીએ. તેથી આવી તમામ કંપનીઓના ભાડાપટા રદ કરવા જોઈએ અથવા રીન્યુ ન કરવા જોઈએ. આવીજ બેજવાબદાર પરિસ્થિતિ અને કામગીરી જામનગર તાલુકા અને કાલાવડ તાલુકામાં ઓપેરા વિન્ડપાર્ક લી. તથા સુઝલોન વિન્ડપાર્ક કંપનીએ દ્વારા ઘણા બધા ગામોમાં કરવામાં આવેલ છે તો આપ સાહેબશ્રી આ બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરી આવી કંપનીઓ તથા તેમના માથાભારે રાજકીય કે સરકારી વગ ધરાવતા કોન્ટ્રાક્ટર મળત્યાઓ સામે કાનૂની પગલા લેવા નમ્ર વિનંતી છે. જો આ તમામ બાબતે યોગ્ય ન્યાયિક તપાસ કરાવી કાનૂની કાર્યવાહી નહિ કરવામાં આવે તો ગામોગામ અને તાલુકા મથકોએ ખેડૂતો તથા પીડિતોને સાથે રાખી આમ આદમી પાર્ટી જ્વલંત વિરોધ કાર્યક્રમો તથા સભાઓ કરવામાં આવશે અને આ પરીશ્થીતી નિર્માણ થવાની સંપૂર્ણ જવાબદારી આપ સાહેબશ્રીની રહેશે.

સહકારની અને ન્યાયની અપેક્ષા સાથે તમામ પીડિતો વતી  આમ આદમી પાર્ટીના નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે તેમજ ઝુકશે નહી તેમ પણ એક વાતચીત મા જણાવ્યુ છે

@________.________

BGB

gov.accre. Journalist

jmr

8758659878

[wptube id="1252022"]
Back to top button