MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ઈંગ્લિશ દારૂ બિયર ભરેલા કન્ટેનર ટ્રક સાથે બે શખ્સો અડધા કરોડથી વધુના મુદામાલ સાથે ઝડપાયા

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ઈંગ્લિશ દારૂ બિયર ભરેલા કન્ટેનર ટ્રક સાથે બે શખ્સો અડધા કરોડથી વધુના મુદામાલ સાથે ઝડપાયા

એહવાલ: ગોપાલ ઠાકોર

મોરબી એલસીબી ટીમે અમદાવાદથી રાજકોટ તરફ જતો દારૂ બિયર ભરેલો કન્ટેનર ટ્રક ઝડપી રૂ.૫૧.૯૧ લાખના ઈગ્લિશ દારૂ સાથે બે શખ્સોને દબોચ્યા

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી મોરબી એલસીબી ટીમે અમદાવાદથી રાજકોટ તરફ જતા બંધ બોડીના કન્ટેનર ટ્રકમાંથી ઈગ્લિશ દારૂ બિયર સહીત અડધા કરોડથી વધુના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી ખળભળાટ મચાવી દીધો મોરબી એલસીબી ટીમે બે દિવસ પહેલા જ અણીયારી ટોલનાકા પાસેથી લાખો રૂપિયાનો દારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો હતો ત્યા વધુ એક રાજસ્થાન પાર્સિગનો ટ્રક ઘણી બધી ચેકપોસ્ટને પાર કરીને મોરબી જિલ્લામાં પહોંચતા જ ઝડપી લેતા સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ મોરબી એલસીબી ટીમે સપાટો બોલાવ્યો છે બીજી તરફ જાણે ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા બહારના રાજ્યના બુટલેગરો સક્રીય બન્યા હોય તેમ સૌરાષ્ટ્ર કચ્છ તરફ જતા દારૂ ભરેલા ટ્રક બે ત્રણ દિવસમાં ત્રણ ટ્રક ઝડપાયા છે જેથી રાજસ્થાન પંજાબમાંથી આવતા દારૂને પોલીસે ઝડપી લેતા બહારના રાજ્યના બુટલેગરોના દારૂની રેલમછેલ કરવાના મનસુબા નાકામ કરીને મોરબી એલસીબી ટીમે સપાટો બોલાવી ખળભળાટ મચાવી દીધો છે મોરબી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે અમદાવાદ તરફથી રાજકોટ તરફ આવતા કન્ટેનર ટ્રકને વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોકી તલાસી લેતા લાખો રૂપિયાનો ઈગ્લિશ દારૂ મળી આવ્યો હતો જેમા રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી બોટલો નંગ ૯૬૦ કિંમત રૂ.૪,૯૯,૨૦૦ મેઝીક મુમેન્ટ ગ્રીન એપલ વોડકાની ૭૫૦ મી.લી બોટલો નંગ ૧૧૧૬ કિંમત રૂ.૪,૪૬,૪૦૦ મેકડોવેલ્સ ૦૧ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મી.લી બોટલો નંગ ૨૩૫૨ કિંમત રૂ.૮,૮૨,૦૦૦ રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કી ૧૮૦ મી.લી બોટલો નંગ ૧૯૨૦ કિંમત રૂ.૧,૯૨,૦૦૦ ઓલ સીઝન વ્હીસ્કી ૧૮૦ મી.લી બોટલો બોટલો નંગ ૪૫૬૦ કિંમત રૂ. ૬,૮૪,૦૦૦ મેકડોવેલ્સ ૦૧ કલેકશન વ્હીસ્કીની ૧૮૦ મી.લી નંગ ૯૪૦૮ કિંમત રૂ.૯,૪૦,૮૦૦ હાઇવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ ૫૦૦ મી.લી બીયરના ટીન નંગ ૫૪૦૦ કિંમત રૂ.૫,૪૦,૦૦૦ અને ટાટા ટ્રક કન્ટેનર નંબર-RJ-14-GF-2902 રૂ.૧૦,૦૦,૦૦૦ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન -૦૧ રૂ.૫,૦૦૦ રોકડા રૂપીયા ૨૧૦૦ મળી કુલ રૂ.૫૧,૯૧,૫૦૦ના મુદામાલ સાથે પકડાયેલ આરોપી ભેરારામ ભાખરારામ હિરાજી બિશ્ર્નોઈ રહે.બલાના તા.સાંચૌર જિલ્લો ઝાલોર રાજસ્થાન અને ગોપાલ રત્નારામ સરૂપારામ બિશ્ર્નોઈ રહે.ડાંગરા તા.સાંચૌર જિલ્લો ઝાલોર રાજસ્થાન વાળા બંને આરોપીને દારૂ ભરેલા ટ્રક સાથે ઝડપી લઈને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજીસ્ટ્રશન કરાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે જ્યારે આ ગુન્હામાં સુરેશ સુજાનારામ બિશ્ર્નોઈ રહે.જાખલ રીયાળી તા.સાંચૌર જિલ્લો ઝાલોર રાજસ્થાન વાળાનુ નામ ખુલતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે

[wptube id="1252022"]
Back to top button