પ્રેમસંબંધનો કરૂણ અંજામ: મોરબીમાં પ્રેમલગ્ન બાદ પત્નીને સસરિયાઓ ન મોકલતા યુવકનો ગળેફાંસો

પ્રેમસંબંધનો કરૂણ અંજામ: મોરબીમાં પ્રેમલગ્ન બાદ પત્નીને સસરિયાઓ ન મોકલતા યુવકનો ગળેફાંસો
મોરબી શહેરમાં રહેતા યુવાને કોર્ટ મેરેજ કરેલ હોય અને હાલ તેની પત્ની માવતરે હોય જેને કોર્ટ કમ્પાઉન્ડમાં મળ્યા ત્યારે ઘરે આવવા ઇનકાર કરી દીધો હતો જેથી મનમાં લાગી આવતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે:રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબીના વાવડી રોડ પર ભૂમિ ટાવર સામે ઓમ શાંતિ પાર્કમાં રહેતા અને દસ્તાવેજનું કામ કરનાર રાહુલ કિશોરભાઈ સોલંકી (ઉ.વ.૨૭) નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી છે જે આપઘાતના બનાવ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન રાહુલ સોલંકીએ રૂપાલી પરમાર નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા અને હાલ તે પોતાના માવતરના ઘરે રહેતી હતી ગત તા. ૨૨ ના રોજ બંને કોર્ટ કમ્પાઉન્ડમાં મળ્યા ત્યારે યુવતીએ રાહુલને સાથે આવવાની ના પાડી હતી
જેથી યુવાનને મનમાં લાગી આવતા યુવાને આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે મૃતકના ભાઈએ પોલીસ મથકમાં જાણ કરી હતી તો મૃતક યુવાન પાસેથી સુસાઈડ નોટ પણ કબજે લેવામાં આવી છે જેના આધારે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે









