MORBI:માનવસેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન ના પ્રમુખ અને જિલ્લા સમિતિ સદસ્ય શ્રી પરેશભાઈ ત્રિવેદી નો આજે જન્મદિવસ..

MORBI:માનવસેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન ના પ્રમુખ અને જિલ્લા સમિતિ સદસ્ય શ્રી પરેશભાઈ ત્રિવેદી નો આજે જન્મદિવસ.
મોરબી જિલ્લા ની અગ્રણી સેવાકીય સંસ્થા “શ્રી માનવસેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન ‘ ના પ્રમુખ અને મોરબી જિલ્લા ના જુદા જુદા સરકારી વિભાગો ની જિલ્લા કમિટી ઓ ના સભ્ય શ્રી પરેશભાઈ ત્રિવેદી નો આજે જન્મદિવસ હોય , વિવિધ સરકારી વિભાગો ના પ્રતિનિધિઓ, વિવિધ રાજકીય આગેવાનો ,સામાજિક સેવાકીય સંસ્થાઓ ના અગ્રણીઓ, તથા વિશાળ લાભાર્થીવર્ગ તરફથી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે..

માત્ર 14 વર્ષ જેટલા ટૂંકા સમયગાળા માં સામાન્ય ફિલ્ડવર્કર તરીકે ની ભૂમિકા માં સંસ્થા સાથે જોડાયેલા પરેશભાઈ એ પાયાના સામાજિક કાર્યકર તરીકેની કારકિર્દી ની શરૂઆત કરીને ભેદભાવ રહિત સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ ના માધ્યમ થી પ્રામાણિકતા પૂર્વક જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચીને હાલ માં અનેક સરકારી અને સંસ્થાકીય યોજનાઓ ના લાભો અપાવવા નિશુલ્ક કૌશલ્ય તલીમવર્ગો, રોજગારી, ઘર બેઠા પ્રવૃતિઓ દ્વારા લાભાર્થી બહેનો માટે આવક વગેરે માનવીય સેવા ના હેતુસર ભરપૂર પ્રયત્નો દ્વારા આજે અગ્રગણ્ય સ્થાન હાંસલ કર્યું છે, અને જિલ્લા સ્તર ના સામાજિક કાર્યકર તરીકે લાભાર્થીઓના દિલ માં અનેરું માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે . અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને તથા સમાજ ના સર્વાંગી વિકાસ માં માધ્યમરૂપ ભૂમિકા પોતાના અથાગ પ્રયત્નો અને વિશાળ સંપર્પિત કાર્યકરો ના સહયોગ થી ભજવી રહ્યા છે , સંસ્થા દ્વારા , હેલ્પ લાઈન ના માધ્યમથી તેઓના વડપણ હેઠળ મહિલા સશક્તિકરણ,અગત્યની માહિતીઓ,બાળવિકાસ ,કૌશલ્ય તાલીમવર્ગો, રોજગારી, રાહતદરે બ્યુટીટ્રીટમેન્ટ અને ચોલીપોઇન્ટ , જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે દાતાઓ વગર જ સ્વખર્ચે પોતાના સ્વયસેવી કાર્યકરો ની મદદ થી મોરબી જિલ્લા ના રહેવાસીઓ માટે હાલમાં ચાલુ છે.અને જરૂરિયાત મુજબ ઉતરોતર વધારો કરવામાં આવી રહ્યો છે..માનવ સેવા એજ પ્રભુ સેવા ના સંસ્થા ના નામ ને ખરા અર્થ માં સાર્થક કરવામાં શ્રી પરેશભાઈ તન મન અને ધન થી હમેશા તૈયાર જ હોય છે.અને લાભાર્થીઓ ની સંતુષ્ટિ જ પોતાના જીવન ની સફલતા તરીકે સ્વીકારે છે.








