BIRTHDAYGUJARATMORBI

મોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીનો આજે જન્મદિવસ

નારણકા ગામના અને મોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીનો આજે જન્મદિવસ છે. તેઓ મોરબીના જાગૃત પત્રકારત્વ તરીકે ફરજ બજાવી લોકોના પડતર પ્રશ્નોને ઈમાનદારી પુર્વક વાચા આપે છે. ત્યારે આજે તેમના 29 વર્ષ પુર્ણ કરી 30માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.જયેશભાઈ કાનજીભાઇ બોખાણીએ યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગ્રેજ્યુએટ કરેલ છે. હાલ તેઓ નવયુગ કોલેજમાં LL.B.નો અભ્યાસ કરી રહ્યા છે. સાથે પ્રજાની સેવાના ઉદ્દેશ્યથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાઈ લોકપ્રશ્ન ઉઠાવી નિરાકરણ લાવવા સતત પ્રયત્ન કરી તટસ્થ રીતે પત્રકારત્વ કરવા બદલ તેમને નાની ઉંમરે અનેક વખત સન્માનિત કરવામાં આવેલ છે. જયેશભાઈ નાની ઉંમરે સારી એવી નામના મેળવી જીવનમાં સમાજસેવા કરવા માટે હંમેશા તલપાપડ અને નાનપણથી રમત-ગમતના શોખીન અને નવીનતા તેમનો વિષય છે.તેમજ સુશીલ શાંત સ્વભાવના હંમેશા સરળ મજાકિયા મુડમાં રહેતા પ્રજાના કામ માટે હમેંશા તત્પર એવા જયેશ બોખાણીના જન્મદિવસે પોતાના પિતા કાનજીભાઈ અને માતા ચંપાબેન તેમજ ભાઈ-બહેને હાર્દિક શુભકામનાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા. તેમજ સગાસંબંધી સ્નેહીજનો અને તેઓ બહોળુ મિત્ર સર્કલ ધરાવતા હોય મિત્રો દ્વારા જન્મદિવસ દિવસની વોટસએપ ફેસબુક સહીત સોશિયલ મીડીયામાં નામી અનામી મિત્રોએ શુભેચ્છાઓનો તેમના મો.૭૬૨૧૯૫૩૪૦૨ પર ધોધ વરસાવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button