MORBIMORBI CITY / TALUKO

મોરબીની શકત શનાળા અને ગોકુલનગર શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવાયુ

મોરબીની શકત શનાળા અને ગોકુલનગર શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવાયુ રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબીની ભૂમિ એટલે દિલેર દાતાઓની ભૂમિ, મોરબીના લોકો પોતાના રળેલા રૂપિયા,પરસેવાની કમાણી પર સેવામાં અર્પણ કરતા હોય છે ત્યારે હસુભાઈ બચુભાઈ પાડલીયા શાળાના કાયમી બટુક ભોજનના દાતાના પિતા સ્વ.બચુભાઈ પાડલીયાની પુણ્યતિથિ નિમિતે શકત શનાળા કુમાર શાળા, કન્યા શાળા અને પ્લોટ શાળા તેમજ ગોકુળનગર પ્રાથમિક શાળાના કુલ 800 જેટલા વિદ્યાર્થીઓને ગરમાગરમ પૂરી, શાક, છાશ, બટેટાપૌવાનું બટુક ભોજન કરાવવામાં આવ્યું. તેમજ ચારેય શાળાના શિક્ષક ભાઈ બહેનો એ પણ સાથે પ્રસાદ લીધો.
શકત શનાળા પ્રાથમિક શાળા પરિવાર તથા ગોકુલનગર પ્રાથમિક શાળા પરિવાર તરફથી ભોજનના કાયમી દાતા હસુભાઈ પાડલીયા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button