
MORBI:મોરબીના વાવડી રોડ ઉપરથી જુગાર રમતા ત્રણ ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ ઉપર આવેલ કપીલા હનુમાનજી મંદિર પાસે ગંજીપત્તા વડે પૈસાની હારજીતની તીનપત્તીનો જાહેરમાં જુગાર રમતા જાવેદશા રસુલશા શામદાર ઉવ.૨૮ રહે.મોરબી મહેન્દ્રપરા શેરી નં ૧૨, દીપકભાઈ બટુકભાઈ પારેખ ઉવ.૪૯ રહે.મોરબી પખાલી શેરી, સલીમભાઇ હાજીભાઇ સુમરા ઉવ.૩૫ રહે.મોરબી પંચાસર રોડ ભારતપરાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૫૭૦/- જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
[wptube id="1252022"]