MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર:જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ

વાંકાનેરની વિવેકાનંદ સોસાયટી સામે દોશી કોલેજના ખૂણા પાસે રહેતા મહેશભાઈ કાનાભાઈ ગોલતરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ ના રોજ બપોરના એકાદ વાગ્યે મહેશભાઈ ગોલતર ઘરની બહાર હોય ત્યારે એક કાળા કલરની વરના ગાડી જેની નંબર પ્લેટમાં ૭ લખેલ હતા તે આવીને જાડિયો ભાઈ ક્યાં છે જેથી ફરિયાદીએ ખબર નથી તેઓ હજુ ઘાસચારાની ગાડી ખાલી કરી આવેલ હોવાનું કહેતા ગાળો આપવા લાગેલ જેથી ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને પેન્ટના નેફામાંથી બંદુક કાઢી મારી નાખવાના ઈરાદે મહેશભાઈ સામે કરી બંદુકનો ઘોડો ચડાવી ઉપર હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી આટલી જ વાર લાગશે આ જાડિયો તારો ભાઈ હોય તો ભલે અને બીજો હોય તો પણ ભલે તેને સમજાવી દેજે મને સામો મળે નહી નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ગાડીમાં હાથથી થાપો મારી હું સતુભા ડોન છું વાંકાનેરમાં મારૂ કોઈ નામ ના લે તેમ કહીને ગાડીમાં બેસી જતો રહ્યો હતો

થોડીવાર પછી ફરિયાદીના મોટાભાઈ ભીમાભાઇ ઘરે આવતા તેને બનાવની વાત કરી હતી ત્યારે તેઓએ કહ્યું હતું કે બપોરના બારેક વાગ્યે તે ઘર હોય ત્યારે રોડ પર બોલાચાલી અને ઝઘડો થવાનો અવાજ આવતા બહાર નીકળી જોતા માણસો ભેગા થયા હતા અને એક ભાઈ એસટી બસના ડ્રાઈવર સાથે બોલાચાલી ઝઘડો કરતો હતો અને ગાળો આપતો હતો જેથી અહી આજુબાજુના ઘરના સભ્યો રહે છે ગાળો ના બોલો અને અહીંથી જતા રહો કહ્યું હતું ત્યારે તેને તું કોણ છો તારે શું લેવા દેવા હું તને જોઈ લઈશ તારા ઓળખીતા હોય તેને બોલાવી લેજે હું હમણાં આવું છું કહીને તે જતો રહ્યો હતો તેવી માહિતી ભાઈએ આપી હતી

અને બાદમાં કુટુંબી ભાઈઓને બનાવની વાત કરી આ માણસ કોણ હતો તે તપાસ કરતા વાંકાનેર તાલુકાના સરધારકા ગામનો અને હાલ વાંકાનેર રહેતો સતુભા દરબાર હોવાનું જાણવા મળ્યું હતું આમ ફરિયાદીના ભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેનો ખાર રાખી આરોપી સતુભા દરબાર રહે હાલ વાંકાનેર વાળાએ ફરિયાદીના ઘર પાસે આવીને બોલાચાલી કરી ઝઘડો કરી બંદુક કાઢી મૃત્યુનો ભય બતાવી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું વાંકાનેર સીટી પોલીસે આર્મ્સ એક્ટ અને ધમકીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

[wptube id="1252022"]
Back to top button