MORBI:મોરબીમાં ચેક બાઉન્સ કેમ કરાવ્યો’તેમ કહી યુવક ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો

MORBI:મોરબીમાં ચેક બાઉન્સ કેમ કરાવ્યો’તેમ કહી યુવક ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો
મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ કારિયા સોસાયટીમાં રહેતા વેપારી આદીલભાઇ ગફારભાઇ સોલંકી ઉવ.૨૮ને ગત તા.૧૭/૦૫ના રોજ સાંજે ૭.૩૦ વાગ્યાના અરસામાં આરોપી અલીભાઈ આરીફભાઇ કાસમાણી રહે રણછોડનગર ગોસિયા મંજીલવાળાએ નગર દરવાજા નજીક પૂનમ કેસેટની દુકાન પાસે ઉભો રાખી કહેલ કે તે મારા ભાઈનો ચેક કેમ બાઉન્સ કરાવ્યો તેમ કહી બોલાચાલી કરી અપશબ્દો આપવા લાગ્યો હોય તે દરમિયાન આરોપી તોફીક આરીફભાઇ કાસમાણી તથા આરોપી સમીર આરીફભાઇ કાસમાણી લોખંડના પાઇપ લઈને આવી આદિલભાઈને ઢીકાપાટુનો માર મારી પાઇપનો એક ઘા પગમાં ફટકાર્યો હતો ત્યારે બનેલ બનાવ બાબતે આદિલભાઈએ ત્રણેય આરોપી અલીભાઇ આરીફભાઇ કાસમાણી, તોફીક આરીફભાઇ કાસમાણી તથા સમીર આરીફભાઇ કાસમાણી રહે બધા રણછોડનગર પાછળ રીધ્ધી પાર્ક ગોસીયા મંજિલ વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.