MORBI:મોરબીના શ્રીજીનગર સોસાયટીના રહેણાંક. મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા, રોકડ રકમની ચોરી

મોરબીમાં તસ્કરોએ વધુ એક બંધ રહેણાંકને નિશાન બનાવ્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં મોરબીના શનાળા રોડ ખાતે આવેલ સત્યમ પાનવાળી શેરીમાં શ્રીજીનગર સોસાયટીના રહેણાંક મકાનમાં રહેતો પરિવાર મોરબીના સામાકાંઠે આવેલ તેના ભાઈને ત્યાં રાત્રીના ગયા હતા ત્યારે પાછળથી તસ્કરોએ મકાનના તાળા તોડી ઘરમાં રાખેલ સોના ચાંદીના ઘરેણાં તથા રોકડ સહીતની માલમત્તાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ચોર ઈસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ચોરીની મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ સરદાર બાગ સામે આવેલ શ્રીજીનગર સોસાયટીમાં રહેતા અલ્કાબેન દિનેશભાઇ ગોકળદાસ ચેતા ઉવ.૪૭ એ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે અલ્કાબેનના દીકરા-દીકરીને જિલ્લા લેવલની કલામહાકુંભ પ્રતિયોગિતા કે જે સાર્થક વિદ્યામંદિરમાં રાખેલ હોય જેથી ગત તા.૧૬/૧૨ ના રોજ અલ્કાબેનના ભાઈના સામાકાંઠે સ્થિત ઘરે એક રાત્રીના રોકાણ માટે મકાન બંધ કરી ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમો અલ્કાબેનના ઘરના દરવાજાના નકુચા તોડી ઘરના કબાટમાં રાખેલ પોતાના લગ્ન સમયના સોના-ચાંદીના દાગીના કિ. ૪૮,૦૦૦/- તથા રોકડા રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ. ૫૩,૦૦૦/-ના માલમત્તાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી અજાણ્યા ચોર ઈસમને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કાર્ય છે.





