MORBIMORBI CITY / TALUKO

યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

મોરબી : ઈમરજન્સી એટલે યુવા આર્મીથી જાણીતુ યુવા આર્મી ગ્રુપ મોરબી ના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ હોય કે રાત બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે

 


ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની સોર્ટેજ છે તેવુ જણાવવામાં આવતા યુવા આર્મી ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક ૧૦ થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી તદુપરાંત ડોક્ટર સંઘ્યાબેન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક મહિલા ના પ્રસુતિ દરમ્યાન ‘બી નેગેટિવ’ બ્લડ ની તાત્કાલિક જરૂરિયાત ઉભી થતા યુવા આર્મી ગ્રુપ નો સંપર્ક સાધ્યો હતો જેથી યુવા આર્મી ગ્રુપ ના સભ્યો દ્વારા ‘બી નેગેટિવ’ બ્લડની પણ‌ તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડીને યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસ ની‌ સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.
યુવા આર્મી ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા આ અવિરત સેવાકાર્ય મા જોડાવવા માટે કે કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત સમયે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરી શકો છો.

[wptube id="1252022"]
Back to top button