યુવકને કારખાના માલિકે હડધૂત કરી ધમકી આપી: વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગાંધીનગર સુધી રજૂઆત

યુવકને કારખાના માલિકે હડધૂત કરી ધમકી આપી: વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગાંધીનગર સુધી રજૂઆત
વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સુજારો સિરામીકમાં કામ કરતા યુવકને કારખાના માલિકે જાતિ પ્રત્યે હડધૂત કરી ત્રણ-ચાર ફડાકા ઝીંકી આજ પછી કારખાનામાં દેખાયો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ડીએસપીને લેખિત રજૂઆત કરી છે.

ચાવડા સંજયભાઈ નારણભાઈ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેઓ માટેલ રોડ પર આવેલ સુજારોમાં ડિઝિટલ ઓપરેટર તરીકે કામ કરતા હતા. ત્યારે તા.20 જૂનના રોજ સવારના 8 વાગ્યે કામ કરતી વેળાએ બેન્ડ ટાઇલ્સ આવતા મશીન બંધ થય ગયેલ જે બાબતે મોબાઈલ ફોન દ્વારા શેઠ કિર્તીભાઈ બોલાવતા હોવાનું જણાવ્યું હતું. જેથી સંજય કિર્તીભાઈને મળવા ગયેલ ત્યારે મશીનમાં શુ ફોલ્ટ આવે છે કહી ગુસ્સે થયેલ તેમજ ગાળો આપવા લાગેલ તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ત્રણ-ચાર ફડાકા ઝીંકી દીધા હતા. તેમજ આજ પછી કારખાનામાં દેખાયો તો ટાટીયા ભાગી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
જોકે, આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે તા.20 જૂનના રોજ સંજય ચાવડાએ ફરિયાદ કરેલ હતી. છતાં 10 દિવસ જેટલો સમય થવા છતાં ધમકી આપનાર કિર્તી શેઠની ધરપકડ કરવામાં ન આવી હોવાની રજૂઆત કરાઈ છે. તેમજ આરોપી ઉદ્યોગપતિ હોય અને લાગવગ હોય જેથી પોલીસ પણ આરોપીને છાવરવા હોય તેવું જણાવ્યું હતું. ફરિયાદ બાદ અજાણ્યા માણસો સંજય ચાવડાના ઘરે આવી ફરિયાદ પાછી ખેંચી લે જે નહિતર તારા આખા કુટુંબને માટેલમાં રહેવા નહીં દઈએ જરૂર પડશે તો પતાવી દેશું તેવી ધમકી આપવામાં આવે છે જ્યારે આરોપી કિર્તી શેઠની ધરપકડ નહી કરવામાં આવે અને મારા પરિવારને જાનહાની પહોંચશે તો તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે તેવી રજૂઆત ડીએસપી મોરબીને કરવામાં આવી છે.









