
મોરબીના લાલપર ગામે બે શખ્શો યુવક તથા તેના મિત્રને માર માર્યો હોવાનો વિડિયો વાયરલ

મોરબીના શોભેશ્વર વિસ્તારમાં આવેલ સિલ્વરપાર્કમાં રહેતા અને ડ્રાઈવિંગ ધંધો કરતો દિનેશ પાલાભાઈ રાઠોડ નામનો યુવક ગત તા 17 ના રોજ બપોરના સમયે લાલપર પાસે આવેલા નાસતાની લારી પાસે નાસ્તો કરતો હતો તે દરમિયાન બે અજાણ્યા શખ્સ આવી પહોચ્યા હતા અને સમોસાનો ઓર્ડર આપ્યો હતો નાસતા વાળા હમીરભાઈ નામની વ્યકિતએ સમોસા ઠંડા હોવાનું કહી આરોપીઓએ તેની સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા હતા જેથી દિનેશે ગાળો ન બોલવા સમજાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે પ્રથમ લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ આરોપીઓએ બીજા બે શખ્સને કારમાં બોલાવી લઇ તેની દિનેશભાઈને ઢોર મારમાર્યો હતો તેમજ એક શખ્સ છરી વડે હુમલો કરી દિનેશને ગંભીર ઇંજા પહોચાડી હતી બનાવ બાદ હાજર લોકોએ 108ને બોલાવતા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે યુવકે ભગીરથસિંહ ચુડાસમાં અને ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી








